તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ખેડા જિલ્લામાં કોરોનાના 4 દર્દી સાથે આંક 3203

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કુલ 22 દર્દી સારવાર હેઠળ

ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 4 દર્દીઓ સાથે કુલ આંક 3230 પર પહોંચી ગયો છે. જેમાં બે કેસ નડિયાદ શહેરમાં અને બે કેસ મહુધામાં નોંધાયા છે. ગુરૂવારે જિલ્લામાં કોરોનાના કુલ 4 દર્દીઓ નોંધાયા હતા. જેમાં નડિયાદ શહેરના કિશન સમોસાના ખાંચામાં નિમિષા ટેનામેન્ટમાં રહેતા 45 વર્ષના આધેડ, પટેલ બેકરી રોડ ઉપર આવેલા ઉમંગ પાર્ક સોસાયટીમાં રહેતા 40 વર્ષના આધેડ, મહુધાના ખોડિયાર માતાના મંદિર પાસે પારેખ ટીંબામાં રહેતા 53 વર્ષના આધેડ અને ઉંદરાના ગોપી તળાવ વિસ્તારમાં રહેતા 55 વર્ષના મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

હાલમાં જિલ્લામાં કુલ 22 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી 18 દર્દી હોમ આઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ માત્ર એકજ દર્દી ઓક્સિજન સપોર્ટ પર છે. ગુરૂવારે વધુ 114 સેમ્પલ લઇને તેને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો