વિવાદ:નડિયાદમાં કોમન પ્લોટમાં દબાણ કરવા બાબતે મારામારી

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફતેહપુરા રોડ પર આવેલી રાજેન્દ્રનગર સોસા.ની ઘટના
  • પોલીસે બંને પક્ષે સામસામે ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો

નડિયાદમાં ફતેહપુરા રોડ પર આવેલી રાજેન્દ્રનગર સોસાયટી કોમન પ્લોન્ટમાં દબાણ બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. જે મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભરતભાઈ રાવળે ફરિયાદમાં જણાવ્યું છે કે, સોસાયટીમાં રહેતા ધૃવરાજ બ્રહ્મદીન પાંડેએ કોમન પ્લોટમાં ગેરકાદેસર દબાણ કર્યુ હતું. જે અંગે સોસાયટીના અન્ય લોકો સાથે મળીને તે ધૃવરાજને મળવા ગયા હતા. ત્યારે દબાણ વિશે પૂછતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેમને મારવા ફરી વળ્યો હતો. આ દરમિયાન તેમની બાજુમાં રહેતા શુભમભાઈ પણ ઝઘડા કૂદી પડ્યાં હતા અને બંનેએ ભેગા થઈને તેમને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેથી તેમણે ઉપરોક્ત આરોપી સામે ફરિયાદ કરી છે. જ્યારે સામે પક્ષે ધૃવરાજ બ્રહ્મદીન પાંડેએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, સોસાયટીમાં રહેતા ભરત રાવળ તેમના ઘર આગળ લાકડાનો દંડો લઈને આવી, તું કોમન પ્લોટમાં દબાણ કેમ કરે છે કહીને ગમેતેમ ગાળો બોલવા લાગ્યાં હતા. ત્યારે તેઓને ગાળો બોલાવાની ના પાડતાં તે ઉશ્કેરાઈ ગયા હતા અને તેમની વચ્ચે મારામારી થઈ હતી.

બૂમાબૂમ થતાં આજુબાજુના લોકોએ આવીને તેમને વધુ મારથી બચાવ્યાં હતા. પરંતુ ભરતભાઈ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતાં હતા. જેથી તેમણે ભરતભાઈ રાવળ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. નડિયાદ ટાઉન પોલીસે બંને પક્ષની ફરીયાદ નોંધી ત્રણ શખસો વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...