તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:કાઉન્સિલર વિરૂદ્ઘ નગર પાલિકામાં અરજી કરવાની બાબતે મારામારી

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કણજરીમાં બનેલી ઘટના સંદર્ભે ચકલાસી પોલીસે 8 સામે ફરિયાદ નોંધી

કણજરીમાં પાલિકાના સભ્યના જૂથ અને તેમની વિરુદ્ઘ અરજી કરનારા અરજદાર સહિતના લોકો વચ્ચે હાથાપાઈ થતા મામલો ગરમાયો છે. ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થતા ચકલાસી પોલીસ મથકે સામસામે 8 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

કણજરીમાં સામસામે નોંધાયેલી ફરિયાદ પૈકી પ્રથમ યાસીનભાઈ વ્હોરાએ કરી છે. જેમાં જણાવ્યુ છે કે, ગત રોજ તેઓ પોતાના મિત્રો સાથે મસ્જીદ આગળ બેઠા હતા. જ્યાં શબ્બીર ઉર્ફે તાકાત વ્હોરાએ ઈરફાનની ફેટ પકડી હતી. યાસીને અગાઉની રીસ રાખી માર માર્યો હતો. તેમજ સબ્બીરભાઈનું ઉપરાણુ લઈ હારૂન વ્હોરા,ઈમરાન વ્હોરા અને સાજીદ વ્હોરા ત્યાં આવી પહોંચ્યા હતા અને યાસીન સાથે મારામારી કરી હતી. જેથી ઈજાગ્રસ્ત થયેલા યાસીનભાઈએ ચારેય ઈસમો વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે.

જ્યારે આ ઘટનામાં બીજા પક્ષે શબ્બીરભાઈ ઉર્ફે તાકાત વ્હોરાએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેમણે ત્રણેક માસ પહેલા કણજરી પાલિકાના કાઉન્સિલર સોહેલ વ્હોરા વિરુદ્ધ અરજી કરતા પાલિકામાં તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી જેની રીસ રાખીને ઈમરાન વ્હોરા, ઈરફાન વ્હોરા અને સઈદ વ્હોરા મારામારી કરવા લાગ્યા હતા. તેમજ જણાવ્યુ હતુ કે, સોહીલભાઈ વિરુદ્ધ અરજી કેમ કરી? ઉગ્ર બોલાચાલી સાથે છુટ્ટા હાથની મારામારી થતા બુમાબુમ થતા નજીકમાંથી લોકોએ આવી તેમને છોડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...