હુમલો:વિરપુરમાં અઢી વર્ષ પહેલા થયેલા ઝઘડા બાબતે મારામારી

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વિરપુરમાં અઢી વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખીને મારામારી થતાં મામલો વીરપુર પોલીસ મથકે પહોંચ્યો છે.

ઈસુબ ઉર્ફે બીરજુ શેખે ફરિયાદમાં જણાવ્યું છે કે, તે પોતાના અઢી વર્ષના દીકરાને બાઈક પર ફરાવવા માટે દરિયા દુલાની દરગાહ સામે આવેલા ખુલ્લા મેદાનમાં લઈ ગયા હતા. તે દરમિયાન સલીમ ગુડ્ડાની દુકાન આગળ આવતાં તે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને તેમને અહીં આવીશ તો તારા ટાંટિયા ભાગી નાખીશ, કહીને ગમેતેમ ગાળો બોલવા લાગ્યો હતો. તે વખતે દીકરો સાથે હોવાથી તેઓ કંઈ બોલ્યા વગર ઘરે આવી ગયા હતા. ત્યારબાદ તેમના પિતા અને કાકા તેઓને ગાળો બોલાવા અંગે ઠપકો આપવા ગયા હતા. જ્યાં સલીમ ગુડ્ડો, આરીફ શેક અને આફતાબ શેખ ગાળો બોલીને તેમને ધારીયું લઈને મારવા ફરી વળ્યાં હતા. તેમજ હબીબ શેખ નામનો વ્યક્તિ તેમને દૂરથી પથ્થર ફેંકીને મારતો હતા. બૂમાબૂમ થતાં લોકોએ તેમને વધુ મારથી બચાવ્યાં હતા. પરંતુ આરોપી વારંવાર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતાં હતાં. જેથી તેમણે ઉપરોક્ત ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરીને આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...