જાનથી મારવાની ધમકી:લીંબાસી, મહેમદાવાદ અને નડિયાદ ગ્રામ્યમાં મારામારીના બનાવો બન્યાં

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદના સલુણમાં દરવાજો ખખડાવવા મામલો બિચક્યો
  • લીંબાસીમાં ચકલીનો બુચ મારવા, કરોલીમાં જમીન અંગે

લીંબાસી સુથાર ફળિયામાં રહેતા જુવાનસિંહ ગત તા.12 એપ્રિલના રોજ પરિવાર સાથે બેઠા હતા તે સમયે ઘરની પાછળ રહેતા સુરેશભાઇ ઘર આગળ આવી ગમે તેમ ગાળો બોલી કહેલ કે તુ તારી પાણીની ચકલીનો બૂચ કેમ ખૂલ્લો મૂકે છે,અને મારી બાજુ પાણી આવતુ નથી કહી ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે મહેમદાવાદના કરોલીમાં રહેતા કુસુમબેનતેમના પતિ અને નણંદ મહેમદાવાદ મામલતદાર કચેરીમાં જમીનનો દસ્તાવેજ કરવા માટે ગયા હતા. પરંતુ જેઠ ચિમનભાઇ નહી આવતા બપોરે પરત આવ્યા હતા.સાંજના સમયે જેઠાણી કોકીલાબેને કહેલ કે તારે જમીનના પૈસા જોઇએ છે તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. વળી એટલાથી ન અટકતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વળી સલુણના શંકરપુરામાં રહેતા ચંપાબેન તળપદા ઘરે હતા તે સમયે દિકરા સંજયભાઇ દરવાજો ખખડાવતા હતા. જેથી ખખડાવવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્રણેય બનાવો અંગે લીંબાસી,મહેમદાવાદ અને નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...