હુમલો:નડિયાદના અરેરા ગામમાં બે જૂથ વચ્ચે મારામારી

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષે 26 સામે ફરિયાદ નોંધાઇ

નડિયાદના અરેરા ગામમાં બે જૂથ વચ્ચે મારામારી થતા મામલો ગ્રામ્ય મથકે પહોંચ્યો છે. પ્રથમ ફરીયાદ ઉમેશ પટેલે નોંધાવી છે, જેમાં મહેન્દ્રસિંહ મહીડા તેનુ બાઈક ઉમેશની ગાડી સામે લાવી ગંદી ગાળો બોલી હતી. આ બાબતે મહેન્દ્રસિંહને તેના માતા-પિતાએ ઠપકો કરતા તેની અદાવત રાખી ફરીયાદના સાહેદ ચોતરાએ બેઠેલા તેની સાથે ઝઘડો કરી મહેન્દ્રસિંહ અને અન્ય ઈસમોએ ગેરકાયદેસર મંડળી રચી મારામારી કરી હતી.

આ અંગે ઉમેશ પટેલે મહેન્દ્રસિંહ સહિત અન્ય ચાર અને અન્ય ટોળા સામે ફરીયાદ નોંધાવી છે, જ્યારે બીજી ફરીયાદ ભરતસિંહ મહીડાએ નોંધાવી છે, જેમાં તેઓ ઘરે હતા, તે સમયે બહાર અચાનક બુમાબુમ થઈ હતી. જેમાં તેમના કાકાને ટોળા દ્વારા ગાળો બોલવામાં આવી રહી હતી. આ વખતે યોગેશ પટેલ, રમેશ પટેલ, ઉત્તમ પટેલ સહિત અન્ય 20 લોકો મારવા ફરી વળ્યા હતા. જે બાબતે ભરતસિંહ મહીડાએ 21 લોકો સામે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષની ફરીયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...