ગળતેશ્વરના વાવનીમૂવાડીમાં રહેતા નવલભાઇ પરમાર તા.1 મે ના રોજ ઘરે હતા તે સમયે ભત્રીજો અજયભાઇ ઘરે આવીને કહેલ કે તમે ગીરો આપેલ જમીન અમને છોડાવી આપો, તેમ કહેતા નવલભાઇએ કહેલ કે મારે ગીરો રાખનારને પૂછીને જણાવુ, તેમ કહેતા અજયભાઇ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી નજીકમાં પડેલ લાકડી લઇ આવી કપાળે મારી હતી.
જેથી બૂમાબૂમ કરતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. એટલાથી ન અટકતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નવલભાઇ પર્વતભાઇ પરમારે સેવાલિયા પોલીસ મથકે અજયભાઇ મોહનભાઇ પરમાર અને મોહનભાઇ પર્વભાઇ પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.