તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેલાડિઓની આશા પૂર્ણ થશે:નડિયાદમાં રમતગમત ક્ષેત્રમાં વધુ એક મોર પીંછ ઉમેરાયું, દાવલીયાપુરા સ્‍પોર્ટસ સંકુલમાં ટેનીસ કોટનું લોકાર્પણ કરાયું

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેડમીન્‍ટનના ઇન્‍ડોર કોટ અને સ્‍કેટીંગ રીંગનું ખાર્તમુહર્ત પણ આ તબક્કે કરાયું

ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ હવે રમતગમત ક્ષેત્રમાં પણ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. શહેરના દાવલીયાપુરા સ્‍પોર્ટસ સંકુલમા સ્‍વર્ણીમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખ યોજના યુડીપી-78(14-15) બચત ગ્રાન્‍ટ અન્‍વયે પ્રાદેશિક કમિશ્ર્નર, અમદાવાદ ઝોન તરફથી રૂપિયા 14.86 લાખના ખર્ચે નવ નિર્મિત ટેનીસ કોટનું લોકાપર્ણ તેમજ બેડમીન્‍ટનના બે ઇન્‍ડોર કોટ અને સ્‍કેટીંગ રીંગનું ખાર્તમુહર્ત વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજભાઇ દેસાઇના હસ્‍તે કરવામાં આવ્‍યું છે.

આ પ્રસંગે દંડકે જણાવ્‍યું હતું કે, આ સુવિધા મળવાથી નડિયાદના નગરજનોની લાંબા સમયની માંગણી અને ઉગતા ખેલાડિઓની આશા પૂર્ણ થઇ છે. હવે આ અદ્યતન નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાની સવલત નડિયાદના ખેલાડિઓને મળવાથી આ ખેલાડિઓ નેશનલ અને ઇન્‍ટરનેશનલ કક્ષાએ ગુજરાતની સાથે સાથે નડિયાદનું નામ પણ રોશન કરશે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, હજુ ટેબલ ટેનીસ માટેનું ઇન્‍ડોર સ્‍ટેડીયમ પણ આવનારા સમયમાં બનશે. આ નવી સવલત મળવાથી યુવાપેઢીને સ્‍પોર્ટસનું મહત્‍વ સમજાશે અને તેઓની આ બાબતે રસ-રૂચી વધશે.

ખેલે ગુજરાત યોજનાના કારણે ગુજરાતના ગ્રામ્ય સ્‍તર સુધી ખેલાડીઓને પ્રોત્‍સાહન મળ્યું છે. નડિયાદના વિકાસ માટે જોઇતી તમામ માંગણીઓ સત્‍વરે પુરી કરી વિકાસની ગતિને વેગ આપ્‍યો છે. આવા સ્‍પોર્ટસ કોમ્પ્‍લેકસથી યુવા પેઠીનો ખુબજ વિકાસ થાય છે અને યુવા પેઠી રમતમાં રસ લેતી થાય છે. આ સ્‍પોર્ટસ સંકુલ નડિયાદના રીંગ રોડ ઉપર આવેલું હોવાથી નેશનલ રમતોમાં પણ આપણા ગામનું યોગદાન વધશે. નજીકના ભવિષ્‍યમાં રીંગરોડને નેશનલ હાઇવે ને જોડતા રસ્‍તામાં આવતા રેલ્‍વે ઉપર ઓવરબ્રીજનું કામ પણ શરૂ થશે. આમ આપણે નડિયાદના વિકાસમાં દિન-પ્રતિદિન સતત વિકાસ થઇ રહયો છે.

કાર્યક્રમની શરૂઆતમાં મનીષ દેસાઇએ સૌનું સ્‍વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે નડિયાદ નગરપાલિકાના પ્રમુખે પ્રાસંગીક પ્રવચન આપ્‍યું હતું. જયારે નડિયાદના ચીફ ઓફિસર પ્રણવ પારેખએ આભાર દર્શન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...