કોરોનાવાઈરસ:નડિયાદનું શાક માર્કેટ કોરોનાનું એપી સેન્ટર બને તેવો ભય !

નડિયાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં લોકડાઉન 4 માં તો બધું રાબેતા મુજબ શરૂ થઇ ગયું છે. બજારો ધમધમતા થઇ ગયા છે. પરંતુ શહેરમાં લોકડાઉન - 4 માં આપવામાં આવેલી છૂટછાટનો લોકો ગેરલાભ ઉઠાવતા જોવા મળી રહ્યા છે. તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન ન કરીને લોકો પોતાના જ જીવને જોખમમાં નાખી રહ્યા છે. હાલમાં શાક માર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનો સદંતર અભાવ જોવા મળે છે, આ ઉપરાંત ફેરિયાઓ દ્વારા પણ કોઇ તકેદારી રાખવામાં આવતી નથી. તો બીજી તરફ શાકભાજી વેચતાં ફેરિયાઓ દ્વારા કોઇપણ તકેદારી રાખવામાં આવતી નથી. આ ફેરિયાઓ માસ્ક પહેરતાં કે નથી ગ્લોઝ પહેરતાં. આ ઉપરાંત આ ફેરિયાઓ દ્વારા સેનિટાઇઝેશનની કે સેલ્ફ હાઇજીનની પણ કોઇ દરકાર રાખવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...