હડતાળ પાડવાની ચીમકી:એસ.ટી કર્મીઓની હડતાળના પગલે 700થી વધુ રૂટ ઠપ્પ થવાની ભીતિ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ST બંધ રહેવાના એંધાણને પગલે મુસાફર વર્ગને હાલાકી પડવાની સંભાવના

એસ.ટી. કર્મચારીના મંડળો દ્વારા 21 ઓક્ટોબરની મધ્ય રાત્રીથી પડતર માંગણીઓ સંદર્ભે હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેની ચરોતર પર માઠી અસર પડે તેવી શક્યતાઓ છે.

મળતી વિગતો મુજબ એસ.ટીના કર્મચારી મંડળ દ્વારા પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તેનું નિરાકરણ ન આવતા હડતાળ પાડવાનો નિર્ણય કર્યો છે. જો કે, છેલ્લી ઘડી સુધી પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી હોવાનું પણ કર્મચારી મંડળે જણાવ્યુ છે. જો માંગણીઓ પર ચોક્કસ જવાબ નહીં મળે તો 21 ઓક્ટોબરને બુધવારની મધ્ય રાત્રીથી એસ.ટી. સેવા સંપૂર્ણત: બંધ રહેશે.

ચરોતરમાં હાલ નડિયાદ અને આણંદ ડિવિઝનના કુલ 11 ડેપોમાં 700થી વધુ બસો દોડી રહી છે. જો એસ. ટી. બંધ રહેશે તો 11 ડિવિઝનની તમામ બસોના રૂટ બંધ થઈ જશે. જેના કારણે નોકરીયાત વર્ગ, ગ્રામ્ય વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને અગવડ પડશે. ગ્રામ્ય કક્ષાથી તાલુકાઓની શાળા કોલેજોમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ખાનગી વાહનોનો સહારો લેવો પડશે. ઉપરાંત ચરોતરના આણંદ અને નડિયાદ ડિવિઝન થકી દૈનિક 50 લાખથી વધુનું નુકશાન થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...