તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મચ્છરજન્ય રોગચાળો:નડિયાદ શહેરની ચાર સોસાયટીમાં રોગચાળાની ભીતિ

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના કોમન પ્લોટમાં ભરાતા વરસાદી પાણીને કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાઇ શકે

નડિયાદ શહેરમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા વણ ઉકેલી છે. નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાઇ રહે છે. પરંતુ ઉંચાણ વાળા વિસ્તારમાં પણ પાણી ભરાઇ રહેવાની સમસ્યા બહાર આવી છે. વાત છે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ નગર સોસાયટીની. આ સોસાયટી ની બાજુમાં ખુલ્લો પ્લોટ આવેલો છે. સ્થાનિક રહેવાસી પ્રદિપભાઇ પટેલે જણાવ્યું હતું કે આ પ્લોટ નગરપાલિકાનો છે. જ્યાં નગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન અપાતું નથી કે સફાઇ કરાવવા માં આવતી નથી. જેના કારણે ચોમાસાની સીઝનમાં વરસાદ આવતા જ અહીં પાણી ભરાઇ જાય છે.

પાણી ભરાવાને કારણે અહી ગંદકી ફેલાય છે, અને મચ્છર નું ઉદ્ભવ સ્થાન બનતું હોઈ મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે. આજ સોસાયટીમાં રહેતા ઉશાબેન મહેતાએ જણાવ્યું હતું કે અમારી સોસાયટી ઉપરાંત અહી આશાપુરા બંગલોઝ, ગોકુલ પાર્ક, યમુના પાર્ક જેવી સોસાયટી ઓ આવેલી છે. અહીં પાણી ઉદ્ભવતા મચ્છર ફક્ત એક નહી પરંતુ ચાર ચાર સોસાયટી ના રહેવાસીઓને બીમાર કરી શકે છે. જેથી નગરપાલિકાએ આ પ્લોટમાંથી પાણીના નિકાલ માટે યોગ્ય ઝડપ થી વ્યવસ્થા કરવી જોઈએ.

જીતુભાઇ શાહે જણાવ્યું હતું કે, પાલિકાના પ્લોટ માં પાણી ભરાવા બાબતે અગાઉ નગરપાલિકાને મૌખિક અને લેખિત રજુઆત કરેલ છે. પરંતુ પાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે દર ચોમાસે અહીં રહેતા સ્થાનિકો માટે આ સમસ્યા કાયમી બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...