તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મહુધા થી રૂદણ રોડની દુર્દશાથી અકસ્માતનો ભય

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમારકામ કરવાનું તંત્રને સુઝતું નથી

મહુધાથી રૂદણ સુધીના ઉબડખાબડ રસ્તા પર છાસવારે નાનામોટા અકસ્માતો સર્જાતા હોય છે. આ રોડ પરથી આસપાસના અડધોડઝનેક ગામના વાહનસવારો પસાર થાય છે. આ અંગે સામાજિક કાર્યકર નેલ્શન પરમારના જણાવ્યા મુજબ મહુધાના રૂદણ સહિતના અન્ય ગામના કોઇ વ્યક્તિ ગંભીર બીમારીમાં સપડાયા હોય કે પ્રસુતિથી પીડાતી મહિલા કે અન્ય દર્દીને ઇમરજન્સી વાહન મારફતે બહારગામના દવાખાને ખસેડવાની નોબત આવે તો અહીંના બિસ્માર રોડ પરથી એમ્બ્યુલન્સ વાહન પસાર થતાં દવાખાને પહોંચતા પહેલાં જ દર્દીના અધવચાળે જ રામ રમી જાય તેવો ભંગાર રસ્તો થયો છે.

અહીંના બિસ્માર રસ્તાનું નવીનીકરણ કરવા માટે તંત્રવાહકોને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઇ ગમખ્વાર અકસ્માતની રાહ જોવાતી હોય તેમ રોડને રિપેર કરાતો નથી. ગામલોકોને સારા રોડની સુવિધા પુરી પાડવામાં સત્તાવાહકો દ્વારા કંજૂસાઇ કરાતી હોવાની ફરિયાદ જાગી છે. સરકારી અધિકારીઓ અને નેતાઓએ પોતાની ગાડી લઈ એકવાર વિકાસથી વંચીત આ રોડની મુસાફરી કરાય તો જનતાને પડતી હાડમારીનો સાચો ખ્યાલમાં આવી શકે છે તેમ સામાજિક કાર્યકર દ્વારા જણાવાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...