સંક્રમિત:તાન્ઝાનિયાથી આવેલા પિતા-પુત્ર કોરોના પોઝિટિવ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમદાવાદ એરપોર્ટ પર કરાયેલો ટેસ્ટ પોઝિટિવ આવતા સીધા હોસ્પિટલ લઈ જવાયા : અન્ય એક વૃદ્ધા પણ સંક્રમિત

નડિયાદમાં આજે વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાંય ગઈકાલે તાન્ઝાનિયાથી આવેલા પિતા-પુત્ર અમદાવાદ એરપોર્ટ પર જ પોઝીટીવ હોવાનું જણાતા નડિયાદ સિવિલ ખાતે સ્પેશિયલ આઈસોલેશનમાં ખસેડ્યા છે. ઉપરાંત શહેરમાં એક મહિલા પણ કોરોના પોઝિટિવ થતા એક જ દિવસમાં ત્રણ કેસ સામે આવ્યા છે. જેના કારણે આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ નડિયાદના નાના કુંભનાથ રોડના રહેવાસી પિતા-પુત્ર ગઈકાલે ઈસ્ટ આફ્રિકાના તાન્ઝાનિયા દેશમાંથી પરત આવ્યા હતા. 51 વર્ષિય પિતા અને 17 વર્ષિય પુત્ર અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ પ્રશાસન દ્વારા તેમનો રીપોર્ટ કરવામાં આ‌વ્યો હતો. જે પોઝીટીવ આવ્યો હતો. જેના કારણે બંને પિતા-પુત્રને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાસે સ્પેશિયલ આઈસોલેશનમાં ખસેડી દેવાયા છે. આ સાથે જ આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયુ છે, તેમણે નાનાકુંભનાથ પર સંક્રમિતોની સોસાયટી વિસ્તારમાં પણ કોરોના ટેસ્ટીંગ કર્યા છે.

વિદેશથી આવેલા પિતા-પુત્ર સંક્રમિત થતા હાલ આરોગ્ય વિભાગની દેખરેખમાં સારવાર ચાલી રહી છે, આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ પિતા અને પુત્રને સામાન્ય લક્ષણો છે, તેમજ તેમનું આરોગ્ય હાલ સ્વસ્થ છે.

નડિયાદના ઉતરસંડા રોડ પર આવેલા અરમાન ગ્રીન્સમાં એક 64 વર્ષિય વૃદ્ધા કોરોનામાં સપડાયા છે. વૃદ્ધા થોડા દિવસ પહેલા ઉંઢેલા ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યારબાદ છેલ્લા ત્રણેક દિવસથી તેમને શરદીના લક્ષણ જણાતા હતા. ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તેમણે રીપોર્ટ પણ કરાવ્યો હતો. જેમાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

સંક્રમિતોના વિસ્તારમાં રેપીડ કરાતા નેગેટીવ આવ્યા
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ઉતરસંડા રોડ પરથી વૃદ્ધા પોઝીટીવ આવતા તેમના વિસ્તારમાં 15 રેપીડ ટેસ્ટ કરાયા છે. જે નેગેટીવ આવ્યા છે. ઉપરાંત 17 આર. ટી.પી.સી.આર. ટેસ્ટ કરાયા છે, જેના રીપોર્ટ આવતીકાલે આવશે.

આણંદમાં 4 NRI પોઝિટિવ
આણંદમાં વિદેશથી આવી રહેલા આણંદ શહેરના ત્રણ અને કરમસદ શહેરના એક NRIનો અમદાવાદ એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવતા તેઓને તાત્કાલિક આણંદ જિલ્લાની એક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સંક્રમિતોમાં બે ની ઉમંર 48 અને બીજા બેની ઉંંમર 35 આસપાસની છે.

અન્ય સમાચારો પણ છે...