ક્રાઈમ:નડિયાદમાં પિતા-પુત્રને માર મારી ધમકી આપી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવકના મામાની એસ.પી.ને અરજી

નડિયાદમાં મરીડા રોડ વિસ્તારમાં રહેતાં પિતા-પુત્રને મારપીટ કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી કેટલાંક શખસો ફરાર થઇ ગયાની અરજીથી રજૂઆત એસ.પી.કચેરીને કરવામાં આવી હતી.

મરીડા રોડ, સુલતાનપાર્ક સોસાયટીમાં રહેતાં ફારૂકભાઇ બીલાલભાઇ વાંકાવાલાએ ખેડા-નડિયાદ એસ.પી.કચેરીમાં અરજી આપીને રજૂઆત કરી હતી કે, અગાઉના ઝઘડાની અદાવત રાખી કેટલાંક શખસોએ ગત 10મીના સાંજે અરજદાર ફારૂકભાઇના બહેન-બનેવીના ઘરે જઇ તેના બનેવી ફિરોજભાઇ પીપળાતા તથા તેના પુત્ર ફૈસલભાઇ પીપલાતા ઉપર હુમલો કરી મારઝૂડ કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત, ઇજાગ્રસ્તની સાથે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં રોકાનાર શહેજાદભાઇના મોબાઇલ ઉપર કોઇ શખસે વારંવાર ફોન કરી ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...