તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:નડિયાદના સલુણ સલુણ ગામે પિતા-પુત્ર પર 4 શખ્સનો લાકડીથી હુમલો, પૈસાની માગી માર મારી ધમકી આપી

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પિતા-પુત્ર ઉપર ચાર શખ્સોનો લાકડી વડે હુમલો, નડિયાદ ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી

નડિયાદના સલુણના ચાર શખસે ગોધરા બચત બેન્ક બંધ થઇ જતાં તેમાં જમા કરાવેલ નાણાંની માગણી કરી ગામના જ પિતા-પુત્ર ઉપર લાકડી વડે હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

સલુણવાંટા ગામના રહીશ પ્રજ્ઞેશકુમાર ગોહેલએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેના પિતા યાકુબભાઇએ વર્ષ 2013માં એચ.વી.એન.ગોધરા બેન્કની એજન્સી લીધી હતી. જે બેન્કમાં ગામના ખ્રિસ્તી મહોલ્લામાં રહેતાં દીનેશભાઇ મેકવાને નાણાં બચત કરવા ખાતું ખોલાવી નાણાંની બચત કરી હતી. ત્યારબાદ ગોધરા બેન્ક બંધ થઇ ગઇ હતી. ગત મંગળવારે સાંજે સવા છ વાગ્યે ફરિયાદી પ્રજ્ઞેશકુમાર તથા તેના પિતા યાકુબભાઇ મેકવાન ઘરે હતા.

ત્યારે ફળીયામાં રહેતાં દીનેશ મેકવાન, સ્વપ્નીલ મેકવાન, પારૂલબેન મેકવાન, પીન્કેશ મેકવાન સહિત ચારેય જણાએ ઘરે આવી ગોધરા બચત બેન્કમાં બચત કરેલાં પોતાના નાણાં પાછા આપો તથા પૈસા પાછા અપાવો તેમ કહી અપશબ્દો બોલવા લાગતાં ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતાં ચારે જણાએ ઉશ્કેરાઇ જઇ લાકડી વડે હુમલો કરી ફરિયાદીને બે-ત્રણ ફડાકા ઝીંકી ગડદાપાટુનો માર મારી ફરિયાદી પ્રજ્ઞેશકુમાર અને તેના પિતા યાકુબભાઇને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ જતાં રહ્યાં હતા. આ અંગે પોલીસે ચાર વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો