ખેડૂતો હક્કના મળતર થી વંચિત:મહેમદાવાદ તાલુકાના 6 ગામના ખેડૂતોની જમીન પણ ગઈ અને વળતર પણ ન મળ્યું

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માઈનોર કેનાલ માટે 20 વર્ષ અગાઉ જમીન સંપાદન કરવામાં આવી હતી, જેના વળતર માટે આજે પણ ધક્કા

જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડુતોની જમીનોના એક તરફી કબજાની ઘટનાને લઇ ખેડૂતો માં રોસ વ્યાપ્યો છે. જોકે કબજો લેનાર અધિકારીઓ ખેડૂતોને જમીનના સંપાદનનું વળતર મળશે તેવી હૈયા ધારણા આપતા હોય છે. ત્યારે મહેમદાવાદ તાલુકાના છ ગામનો એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે ચિંતાજનક છે. આ છ ગામના ખેડુતોની માઈનોર કેનાલ માટે સંપાદન કરી લીધાના 20 વર્ષ બાદ પણ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું નથી. ખેડુતોએ ટેબલ એટલા અધિકારીને રજુઆતો કરી છે, પરંતુ કોઈને કોઈ ટેકનિકલ કારણ બતાવી ખેડૂતોને હક્કના મળતર થી વંચિત રાખવામાં આવ્યા છે.

વર્ષ 2003 માં સિંચાઈ વિભાગ દ્વારા મહેમદાવાદ તાલુકા માંથી માઇનોર કેનાલ પસાર કરતા તે માટે જમીનો સંપદીત કરવામાં આવી હતી. જે પેટે હલદરવાસ, નાનીઅરબોડી, ઘોડાસર જેવા ગામોમાં જમીન સંપાદન થતા ગણતરીના સમયમાં જ ખેડુતોને વળતર મળી ગયું હતું. પરંતુ તાલુકાના નાની ટીંબલી, મોટી ટીંબલી, સુરતપુરા, ચવલતનો મઠ, ચવલજ અને મંજીપુરા જેવા 6 ગામના ખેડૂતોને આજે 20 વર્ષ બાદ પણ વળતર નહી મળતા ખેડૂતો નિરાશ થયા છે.

જે તે સમયે સંપાદનના નાણા મળશે, અને બાકી જમીનમાં સિંચાઇનું પાણી મળશે તેવી આશા એ ખેડુતો એ જમીન સંપાદન માટે મંજૂરી આપી હતી. જે બાદ વિભાગ દ્વારા કેનાલ પણ પાથરી દેવામાં આવી. પરંતુ કેનાલ બન્યાને 20 વર્ષ જેટલો સમય વિત્યા બાદ પણ હજુ ખેડૂતોને જમીન સંપાદનનું વળતર મળ્યું નથી. નવાઈની વાત તો એ છેકે વળતર થી હાથ ધોનાર ખેડુતોને જરૂર હોય ત્યારે માઈનોર કેનાલનું પાણી પણ મળતું નથી. તો વરી કેટલીક વાર કેનાલ ઓવર ફ્લો થઈ જાય ત્યારે ઉભા પાક પર પાણી ફરી વળે તે નફાનું.

અત્યારના અધિકારીઓ ઘટનાથી અજાણ
આ બાબતે સ્થાનિક મામલતદાર સંગ્રામસિંહ બારૈયા સાથે ચર્ચા કરતા તેઓએ જણાવ્યું હતુ કે તેમના આવ્યા બાદ આજદિન સુધી કોઈ ખેડુત રજુઆત માટે આવ્યા નથી. જેના પરથી સ્પષ્ટ થાય છેકે હાલના અધિકારીઓ પણ સમગ્ર ઘટનાથી અજાણ છે.

છેક ગાંધીનગર સુધી રજૂઆત કરી પણ પરિણામ સૂન્ય
વળતર નહીં મળતા સ્થાનિક મામલતદાર થી લઈ છેક ગાંધીનગર સુધી રજુઆતો કરી છે. જેતે સમયના મામલતદાર જે.એ.પાઠકે ક્ષેત્રફળ સહિત કેટલીક ભુલો થઈ હોવાનું જણાવ્યું હતું. જે માટે ખેડુત અને સરદાર સરોવર નિગમને નોટીસ અપાઈ છે. બંને પક્ષોને સાંભળી ભુલ સુધારવાની અને સુધારા હુકમ કરવાની વાત કરી હતી. પરંતુ તેઓની બદલી થયા બાદ આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.> ત્રિકમભાઈ સોઢા, ખેડુ, નાની ટીંબલી

ખેડૂતો પાસેથી વિગત મેળવી ગાંધીનગર રજૂઆત કરીશ
ખેડૂતોને તેમની જમીનના રૂપિયા મળવા જોઈએ. આ મામલે મારી પાસે એક વ્યક્તિ આવ્યા હતા, પંરતુ તેઓ ફરી આવ્યા નથી, અને વધુ વિગત મળી નથી. હું ખેડૂતો પાસેથી વિગતવાર માહિતી મેળવી ગાંધીનગર સુધી રજૂઆત કરીશ.> અર્જુનસિંહ ચૌહાણ, ધારાસભ્ય

અન્ય સમાચારો પણ છે...