શ્રધ્ધાંજલિ:કપડવંજ પોલીસ પરિવારે પોલીસ સ્મૃતિ દિન નિમિત્તે શહીદ વીર સ્મારક ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ અર્પી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2005માં પ્રતાપસિંહ ડાહ્યાભાઇ ડાભી તણાઈ ગયા હતા તેમની ફરજ નિષ્ઠાને યાદ કરાઈ હતી

કપડવંજ પોલીસ પરિવારે પોલીસ સ્મૃતિ દિન નિમિત્તે કપડવંજ એમ.પી.હાઇસ્કુલમાં બનાવેલ શહીદ વીર સ્મારક ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો છે. વર્ષ 2005માં ફરજ દરમિયાન પૂરમાં તણાઈ ગયેલા પોલીસકર્મીની ફરજનિષ્ઠાને યાદ કરાઈ હતી.

કપડવંજના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે.ભટ્ટ દ્વારા સમગ્ર કપડવંજ ટાઉન પોલીસ કર્મચારીઓને સાથે રાખી પોલીસ સ્મૃતિ દિવસની ગુરુવારે ઉજવણી કરી છે. જેમાં આજના દિવસે ફરજ દરમિયાન મુત્યુ પામનાર પોલીસ કર્મચારીની ફરજ નિષ્ઠાને યાદ કરાઈ હતી. 1 જુલાઈ 2005ના રોજ આવેલ પૂરમાં ફરજ દરમિયાન અ.પો.કો પ્રતાપસિંહ ડાહ્યાભાઇ ડાભી (રહે ઝગડુપુર તા.કપડવંજ) પૂરમાં તણાઇ જવાથી શહીદ થયા હતા.

જેઓનુ કપડવંજ એમ.પી.હાઇસ્કુલમાં શહીદ વીર સ્મારક બનાવેલ છે. જ્યાં પો.ઇન્સ એચ.જે.ભટ્ટ તથા તમામ પોલીસ કર્મચારીઓએ હાજર રહી વીરગતિ પામાનાર પોલીસ કર્મીને સલામી આપી ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી. શહીદ થનાર અ.પો.કો પ્રતાપસિંહ ડાહ્યાભાઇ ડાભીનાઓ વર્ષ 1992માં પોલીસ વિભાગમાં ભરતી થયેલ અને કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર હતા. તે દરમ્યાન પુરના કારણે તેઓ તથા સાથેના પો.સ.ઇ આર.કે.ચાવડા તથા હેડ કોન્સ્ટેબલ આતાજી મંગળભાઇ તથા ડ્રાઇવર રામસિંહ શહીદ થયેલા હતા.

આ ઉપરાંત ઉપરોક્ત પોલીસકર્મી પ્રતાપસિંહ ડાભી કપડવંજ એમ.પી.હાઇસ્કુલમાં અભ્યાસ કરેલ હતો. જેથી વર્ષ 2019માં એમ.પી.હાઇસ્કુલમાં તેઓનુ શહીદ વીર સ્મારક બનાવવમાં આવ્યું હતું. આમ, આજરોજ પોલીસ સ્મૃતિ દિન નિમિત્તે કપડવંજ ટાઉન પોલીસ પરિવાર દ્વારા એમ.પી.હાઇસ્કુલમાં અભ્યાસ કરનાર અને પોલીસ વિભાગમાં કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરજ ઉપર હતા દરમ્યાન વર્ષ 2005માં આવેલ પુરમાં શહીદ થનાર અ.પો.કો પ્રતાપસિંહ ડાહ્યાભાઇ ડાભીનાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...