ઠગાઈ:વાંઠવાડીમાં ખોટો ફોટો અને સહી કરી નામ કમી કરાવતાં ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેકટરે હુકમ કરતા 2 વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ

મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામની દિકરીને આણંદના સોજીત્રામાં પરણાવી હતી.તેની વડીલોપાર્જીત જમીન વાંઠવાડીમાં આવેલી છે. ગત તા.21 એપ્રિલના રોજ તેમના મોટાભાઇ ગુજરી જતા તેઓ પીયર વાંઠવાડી આવ્યા હતા. તે સમયે પરેશભાઈએ કહેલ કે સરકાર દ્વારા જેના નામે જમીન હોય તેમને દર વર્ષે તેમના ખાતામાં પૈસા જમા કરાવે છે.

આ વાત દીકરાને કરતા તેણે મહેમદાવાદ મામલતદાર કચેરીમાંથી જમીનની નકલ કઢાવી હતી.જેમાં તેમના ફોણ શારદાબેન ગત તા.09-11-2006 ના રોજ મહુધા મુકામે ગુજરી ગયા હતા તેમ છતાં જમીનમાંથી હક્ક હિસ્સો ઉઠાવી લેવાનો કરાર તૈયાર કરી ખોટી વ્યક્તિઓ ઉભી કરી ખોટી વ્યક્તિના ફોટાઓ લગાવી ખોટી સહીઓ કરી હતી.

આ અંગે જિલ્લા કલેકટરની કચેરીએ અરજી કરતા કલેકટરને ફરિયાદ માન્ય રાખી અરજી કરવા જણાવ્યું હતું.આ બનાવ અંગે કુસુમબેન મહેશભાઇ પટેલે મહેમદાવાદ પોલીસ મથકે પરેશભાઇ જશભાઇ પટેલ અને ભરતભાઈ વિઠ્ઠલભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...