તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારંપરિક મેળો મોકૂફ:ખેડાના રઢુમાં યોજાતો પૌરાણિક મેળો સતત બીજા વર્ષે મોકૂફ, કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ લેવાયો નિર્ણય

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે મેળામાં માનવ મહેરામણ ઉમટે છે
  • કોરોનાના કારણે છેલ્લા 2 વર્ષથી મેળો રખાયો છે મોફૂફ

ખેડા જિલ્લાના રઢુ ગામે અતિપ્રાચિન શ્રી કામનાથ મહાદેવ મંદિર ખાતે પારંપરિક રીતે યોજાતો શ્રાવણ વદ બારસનો મેળો ચાલુ વર્ષે મોકૂફ રખાયો છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ આ મેળાનું આયોજન કરવામાં આવ્યું નથી.

કામનાથ મહાદેવનું મંદિરનું છે અનેરૂ મહત્વ

રઢુ ગામે પૌરાણિક શિવજીનું મંદિર આવેલુ છે. આમ તો શ્રાવણ માસમાં દરેક શિવાલયનું અનેરૂ મહત્વ હોય છે. પરંતુ અહીંયા આવેલુ શ્રી કામનાથ મહાદેવનું મંદિર આગવું મહત્વ ધરાવે છે. શ્રાવણ વદ બારસના રોજ દાદાની જ્યોત બાજુના ગામમાંથી રઢુ ખાતે આવી હતી. ગામના ભક્ત દ્વારા આ જ્યોત રઢુ ખાતે લાવવામાં આવી હતી. જે બાદ મંદિરનું નિર્માણ થયું હતું.

શ્રાવણ વદ બારસ નિમિત્તે ભરાય છે મેળો

શ્રાવણ વદ બારસ નિમિત્તે અહીંયા દર વર્ષે મેળો ભરાય છે. આ દિવસે દાદા સાક્ષાત ગામમાં પધાર્યા હોવાથી અહીંયા આ દિવસે પારંપરિક લોકમેળો યોજાય છે. જોકે, કોરોનાના કારણે ગત વર્ષે પણ આ મેળાનું આયોજન સદંતર બંધ રાખવામાં આવ્યું હતું. તેમજ ચાલુ વર્ષે પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ આ મેળો મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેની આસપાસના ગ્રામજનો અને ભાવિક ભક્તો તથા જાહેર જનતાએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...