નિર્ણય:ફાગવેલ સેવા સહકારી મંડળીનો પરવાનો 30 દિવસ માટે મોકૂફ કરાયો

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગે વગે કરાયેલ જથ્થાના બમણી રકમનો દંડ ફટકારાયો

ખેડા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કઠલાલના ફાગવેલ ગામે સેવા સહકારી મંડળીમાં કરાયેલ તપાસ દરમિયાન વિવાદિત બાબતો ધ્યાન પર આવી છે. જેના કારણે અધિકારી દ્વારા સહકારી મંડળીનો પરવાનો 30 દિવસ માટે મોકુફ કરવામાં આવ્યો છે. મળતી વિગતો મુજબ જિલ્લા પુરવઠા કચેરીને મળેલ ફરિયાદના અનુસંધાને ગત તા. 21 ઓક્ટોબરના રોજ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા કઠલાલના ફાગવેલ ગામે સેવા સહકારી મંડળી ના સેક્રેટરી હીરાભાઇ રાઠોડ દ્વારા સંચાલિત પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર પર તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન કેટલીક ક્ષતિઓ મળી આવી હતી. જેમાં દુકાનનું બોર્ડ ગ્રાહકોને દેખાય તે રીતે લગાવેલ ન હતુ, દુકાન ના અગ્ર ભાગમાં જથ્થો, વેચાણ ભાવ, વિતરણ પ્રમાણ, કાર્ડની સંખ્યા તથા જન સંખ્યા દર્શાવવામાં આવી ન હતી.

ઈ બિલોના જથ્થો મળ્યા બાદલ ગ્રાહકોની સહી કે અંગુઠાનું નિશાન લેવામાં આવ્યું ન હતુ. તેમજ સ્ટોકમાં 4 કિલો ઘઉં, 3 કિલો ચોખા, અને 2 કિલો ખાંડ ની ઘટ જણાઈ આવી હતી. જેની ઊંડાણ પુર્વક તપાસ કરતા દુકાન સાથે જોડાયેલ કાર્ડ ધારકોના કાર્ડ ક્રોસ ચેક કરતા સંચાલક દ્વારા કાર્ડ ધારકોને 25 કિલો ઘઉ, 4.500 કિલો ચોખા ઓછા આવ્યાનું જાણવા મળ્યું છે. જેથી દુકાનદારને કારણ દર્શક નોટિસ આપી હતી. સમગ્ર તપાસના અંતે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 30 દિવસ સુધી પરવાનો રદ્દ કરવા અને દુકાન બંધ રાખવા હુકમ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...