તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • Free Transport Facility Provided To Children In Three Schools Of Mahemdavad Taluka Under Sarva Shiksha Abhiyan Scheme Of The State Government.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:મહેમદાવાદ તાલુકાની ત્રણ શાળાઓમાં બાળકોને રાજ્ય સરકારની સર્વ શિક્ષા અભિયાન યોજના હેઠળ મફત પરિવહનની સુવિધા પુરી પડાઇ

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આમસરણ પ્રાથમિક શાળા, સિહુજ ગામની કુમાર પે-સેન્ટર શાળા અને સુંઢા ગામની શાળાના બાળકોને પરિવહનની સુવિધા મળી
 • અમારે ઠંડી, ગરમી કે વરસાદમાં હવે ચાલીને નહી આવવુ પડે અમારુ શિક્ષણકાર્ય નહી બગડે:વિદ્યાર્થીઓ

ગુજરાત સરકારની એક અનોખી પહેલ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ- 2009 મુજબ રાજ્ય સરકાર દ્રારા તૈયાર કરવામાં આવેલી ગુજરાત આઇ.ટી.ઇ. રુલ્સ-2012ના નિયમ-5માં જ્યાં પડોશના વિસ્તારોમાં (પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક) શાળાઓનુ અસ્તિત્વ નથી. તેવા વિસ્તારમાં બાળકોને મફત પરીવહન સુવિધા પુરી પાડવામાં આવે છે.

ત્યારે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની ત્રણ પ્રાથમિક શાળામાં બાળકોને મફત પરિવહનની સુવિધા સર્વ શિક્ષા અભિયાન હેઠળ રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવી છે. જેમાં મહેમદાવાદ તાલુકાની આમસરણ પ્રાથમિક શાળા, સિહુજ ગામની કુમાર પે-સેન્ટર શાળા, સુંઢા ગામની પ્રાથમિક શાળા. આ ત્રણેય શાળાના બાળકોને ત્રણ કિ.મી દુરથી આવતા બાળકો માટે એસ.એસ.એ તરફથી મફત પરિવહનની સુવિધા પુરી પાડવામાં આવે છે.

આ ત્રણેય શાળામાં ધોરણ-6થી 8માં અભ્યાસ કરતા બાળકો માટે સમગ્ર શિક્ષા ખેડા દ્રારા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવી છે. નિયમ અનુસાર વાહન દ્રારા બાળકોને શાળાએથી તેમના ઘર સુધી વાહન લેવા અને મુકવા જશે. આ સેવાનો પ્રારંભ તાજેતરમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એસ.અંસારી, બી.આર.સી દિપક સુથાર તેમજ શાળાઓના આચાર્ય દ્રારા કરવામાં આવ્યો છે. તેમાં આમસરણ પ્રાથમિક શાળાના 10 બાળકો, સિંહુજ કુમાર પે-સેન્ટર શાળાના કુલ 28 બાળકો, સુંઢા પ્રાથમિક શાળાના 17 બાળકોને આ પરિવહનનો લાભ મળી રહ્યો છે.

સિંહુજ કુમાર પે-સેન્ટર શાળાના કુલ 28 બાળકો ભયડેલ, દશરથપુરા, લક્ષ્મીપુરા, ભાડર, કડવાસર ગામથી આવે છે. સરકાર દ્રારા જેઓ ત્રણ કિ.મી દુરથી આવતા બાળકો માટે રૂા.400 ખર્ચ એક બાળકદિઠ સરકાર દ્રારા પુરો પાડવામાં આવે છે. આ સેવાનો લાભ તાલુકાની ત્રણ શાળાના 55 બાળકોને મળી રહ્યો છે. ત્રણેય શાળા માટે સરકાર દ્રારા કુલ ચાર ગાડી ફાળવવામાં આવી છે.

સુંઢા પ્રાથમિક શાળામાં ધો-7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉર્વશી જણાવે છે કે, અમારે ઠંડી, ગરમી કે વરસાદમાં હવે ચાલીને નહી આવવુ પડે અમારુ શિક્ષણકાર્ય નહી બગડે અને અમે સમયસર શાળાએ પહોંચી શકીશુ તેમજ અમે હોંશેહોંશે અભ્યાસ કરીશુ. મફત પરિવહન ટ્રાન્સપોર્ટેશનની મળતી સેવાને કારણે બાળકો ખુશખુશાલ જોવા મળ્યા છે. બાળકો નિયમિત હાજર રહેતા શાળાઓ પણ હવે ખીલી ઉઠી છે. મફત પરિવહન ટ્રાન્સપોર્ટેશનની સેવાનો લાભ મેળવતા વિદ્યાર્થીઓને કોરોના ગાઇડલાઇન પ્રમાણે ગાડીમા બેસાડવામા આવે છે અને દરેકનું નિયમિત થર્મલ ગનથી સ્ક્રીનિંગ કરવામાં આવે છે તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ પણ કરવામા આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો