કડક સુચનાઓ:નડિયાદને કોરોનાથી ઉગારવા અને શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવા મુખ્યદંડકની લાલ આંખ

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના પાંચ કેસ મળતાં ગાઈડલાઈનનું પાલન કરવા પ્રજાજનોને અપીલ
  • તૂટેલા રસ્તાઓની મરામત કરવા પણ કોન્ટ્રાકટરોને કડક ચીમકી આપતાં નડિયાદના ધારાસભ્ય અને મુખ્ય દંડક

સમગ્ર નડિયાદ શહેરમાં તાજેત૨માં કોરોનાના 5 કેસ જોવા મળ્યા છે. જેના પરિણામે ચિંતાતુર બનેલા મુખ્યદંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ પ્રજાજનોને કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન ક૨વા માટે જણાવ્યું છે. સાથેસાથે નડિયાદ શહે૨માં વધી રહેલી ગંદકીની દુ૨ગામી અસરો ઉભી ન થાય તે માટે નગરપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓને તાકીદે પગલાં ભરીને નડિયાદ શહે૨ને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે ખાસ તાકીદ કરી છે. આ ઉપરાંત શહેરમાં વરસાદી પાણીને કારણે તૂટી ગયેલા તથા ઉબડખાબડ થઈ ગયેલા રસ્તાઓનું આજે નિરીક્ષણ કરીને તે રસ્તાઓનું તાકીદે નિરાકરણ લાવવા તંત્રને કડક સુચનાઓ આપી છે.

સમગ્ર ખેડા જિલ્લામાં કોરોનાએ સામાન્યત દેખા દીધી છે જે પૈકીના પાંચ કેસ નડિયાદ શહે૨માંજ જોવા મળ્યા છે. જેના પરિણામે ચિંતાતુર બનેલા મુખ્યદંડક અને નડીઆદના ધારાસભ્ય પંકજ દેસાઈ એ પ્રજાજનોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતુ કે કો૨ોના ખતરનાક બીમારી છે. તેનાથી બચવા માટે આપણે સૌએ કોરોનાની ગાઈડલાઈનનું અવશ્ય પાલન કરવું જોઈએ દરેકે વ્યક્તિએ ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ, વારંવાર હાથને સેનેટાઈઝ ક૨વા જોઈએ તથા દો ગજ કી દુરીનું ચુસ્ત પણે પાલન ક૨વું જોઈએ તેમ જણાવ્યું છે.

આ સાથે શહે૨માં વ્યાપક ગંદકી હોવાના મળેલા સમાચારથી સમગ્ર નડિયાદ શહેરને મુખ્યદંડકે નગ૨પાલિકાના પદાધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી જ્યાં પણ ગંદકી છે ત્યાંથી ગંદકીને તાકીદે દુ૨ ક૨વા સૌને કડક સુચનાઓ આપી છે. સાથે સાથે વરસાદી પાણીથી ઉબડખાબડ થયેલા અને તુટી ગયેલા રસ્તાઓ માટે જવાબદાર કોન્ટ્રાકટરોને તાકીદે પગલાં ભરીને રોડની મરામત કરવા તાકીદે સુચના આપી હતી. અને ટુંકાગાળામાં આ પગલાં નહી ભરાય તો તેઓની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચિમકી પણ મુખ્ય દંડકે આપી છે.

નડિયાદ શહેરમાં આ ચોમાસાની સિઝનમાં દાંડી માર્ગનું ધોવાણ થતાં ડભાણથી મિશન રોડ-બસ સ્ટેન્ડ-સંતરામ રોડ-મહાગુજરાત હોસ્પિટલ થઈ DDIT કોલેજ રોડ સુધીના રસ્તાનું સમારકામ કરવાના કામ અંગે આજે દાંડી માર્ગના નેશનલ એકઝીક્યુટિવ એન્જીનીયર અને કોન્ટ્રાક્ટરને જરૂરી સૂચનાઓ આપાઈ છે. મુખ્ય દંડક પંકજ દેસાઇ દ્વારા આ સૂચના આપવામાં આવી છે. જેના કારણે સત્વરે કામ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. આ વખતે દાંડી માર્ગના નેશનલ વિભાગના એન્જીનીયર, શહેર સંગઠન પ્રમુખ હિરેનભાઈ, કાઉન્સિલર પરિન બ્રહ્મભટ્ટ, પ્રકાશભાઈ દાનાણી, અગ્રણી પીયૂષભાઈ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...