તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ નગરપાલિકાના વોર્ડ નં.7:નડિયાદવોર્ડ નં.7 પાણીની લાઇન નાખ્યાના 20 વર્ષ પછી પણ પાણી મળ્યું નથી

નડિયાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
નડિયાદના વોર્ડ નં.7માં દેવકીયા ફળીયામાં પાણીની સમસ્યાથી વોર્ડ વાસીઓ પરેશાન થઇ ગયાં છે. - Divya Bhaskar
નડિયાદના વોર્ડ નં.7માં દેવકીયા ફળીયામાં પાણીની સમસ્યાથી વોર્ડ વાસીઓ પરેશાન થઇ ગયાં છે.

નડિયાદ નગરપાલિકાના સત્તાવાહકોની લાપરવાહીના કારણે શહેરના વોર્ડ નં.7 ના વિવિધ વિસ્તારોના રહીશો વરસોથી રસ્તા, પાણી, વીજળી, સ્ટ્રીટલાઇટ, સફાઇ, ગટર, શૌચાલય વગેરે પ્રાથમિક સુવિધાના મામલે દુવિધા ભોગવી રહ્યાં છે. જનતાના મતોથી ચૂંટાયેલાં કાઉન્સીલર્સ ગોત્યાં જડતાં નથી. ચૂંટણી ઉંબરે આવી ચુકી છે. ત્યારે મતોની ભીક્ષાવૃત્તિ માટે આવનારા જુદાજુદા રાજકીય પક્ષોના ઉમેદવારો-ભાવિનગરસેવકો સામે લોકોમાંથી ભારે આક્રોશ ભડકી ઉઠ્યો છે.

પાલિકાની ચૂંટણીમાં નાનાગજાના મતદારો કોઇક નવો બોધપાઠ ભણાવે તો નવાઇ નહીં. આ વોર્ડના વિસ્તાર જેવા કે તળપદા વસાહતમાં શૌચાલય, ગટર, કચરાપેટીની સવલત નથી, સલુણબજાર અને ચકલાસી ભાગોળ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. જેથી રહિશોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

વોર્ડ નં.7ની મુખ્ય સમસ્યા કઇ કઇ છે ?

 • જુનારાવપુરા સફાઇના અભાવે કચરાના ઢગલા ખડકાય છે.
 • ગટર લાઇનની સુવિધા જ નથી.
 • પાણી ઓછા પ્રેસરથી આવે છે, આવે છે તે પણ ગંદુ હોય છે.
 • દેવકીયા ફળીયામાં લાઇન નાંખ્યાના 20 વર્ષ વિતી જવા છતાં ટીપું પાણી પણ આવ્યું નથી.
 • સલુણબજાર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે.
 • વેરા ઉઘરાવવામાં કડકાઇ કરવામાં આવે છે, પરંતુ પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી.
 • જાહેર શૌચાલયની સુવિધા નથી.

સ્થાનિક રહિશો શું કહે છે?
જાહેર શૌચાલય નથી

દેવકીયા ફળીયામાં આશરે વીસેક વર્ષ અગાઉ પાણીની લાઇન નખાવી હતી પણ હજુ સુધી પાણી મળ્યું નથી. વસાહતમાં જાહેર શૌચાલય પણ નથી.> તેજલબેન તળપદા, ગૃહિણી.

વેરા લે પણ સગવડ નહીં
પાલિકા દ્વારા નગરજનો પાસેથી ઘરવેરો, પાણીવેરો, ઉઘરાવાય છે. વેરો ભરનારાને સવલત અપાતી નથી. લોકો ખુલ્લી જગ્યામાં શૌચક્રિયા કરે છે.> વિષ્ણુભાઇ તળપદા, સામાન્યજન.

વર્ષોથી ગટર લાઇન નથી
સલુણબજાર બહાર રોડ પર ગટરલાઇન વરસોથી નથી. સફાઇ કરવા કામદારો આવતા નથી. કચરાપેટી પણ નથી. જેથી ગંદકીના ઢગ ખડકાયા છે. > સરદારભાઇ લુહાર, નાગરિક.

કચરો લેવા આવતા નથી
ચકલાસી ભાગોળ વિસ્તારમાં રહેતાં લોકોએ કચરો લેવા માટે પાલિકાની ડોર ટુ ડોર ગાડી આવતી નથી. તેમજ સફાઇ કામદારો પણ સફાઇ કરવા આવતાં નથી. > સરદારભાઇ તળપદા, નાગરિક.

પાલિકા કાઉન્સિલરો શું કહે છે?

તમામ પ્રશ્નોનો નિકાલ
વોર્ડમાં રસ્તા, ગટર સહિતના કામો થયાં છે. આ ઉપરાંત સફાઇ સહિતના મુદ્દે નાગરિકો તરફથી જે ફરિયાદો મળી છે. તે તમામનો નિકાલ કર્યો છે. > ટીકેન્દ્રભાઈ બારોટ, કાઉન્સીલ

RCC રોડ બનાવ્યાં છે
વોર્ડમાં ડામર અને આરસીસીના રસ્તાના કામો કર્યાં છે. સ્ટ્રીટ લાઇન બાબતે ફરિયાદ મળી તેનો નિકાલ કર્યો છે. જોકે, પાણી બાબતે કોઇ ફરિયાદ મળી નથી.> ધારીતભાઈ પટેલ, કાઉન્સીલર.

શૌચાલયના કામો કર્યા
વોર્ડમાં કોઇ પણ ફરિયાદ મળે તો તેનો નિકાલ કરવામાં આવે છે. રસ્તા, સફાઇ સહિતના ભીલવાસ સ્લમ વિસ્તારમાં શૌચાલય બનાવ્યાં છે. > દીપ્તીબહેન બ્રહ્મભટ્ટ, કાઉન્સીલર.

સોસા.માં રસ્તા બનાવ્યા
વોર્ડમાં આવેલી રાણાનગર સહિતના વિસ્તારમાં રસ્તાના કામો કરાયાં છે. જોકે, દેવકીયા ફળીયામાં પાણીના બોર માટે કોઇ જગ્યા આપતું ન હોવાથી તકલીફ હતી.> રીપુબહેન પટેલ, કાઉન્સીલર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો