છેલ્લી ઘડીએ ખરીદી:નડિયાદમાં દિવાળી ટાંણે બજારમાં લોકોની ભીડ જામી, વેપારીઓનાં ચેહેરા પર ચમક

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બજારમાં ભીડ થતાં ઠેર ઠેર ટ્રાફિકનો પ્રશ્ન ઊભો થયો

ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આજે દિવાળીના દિવસે લોકો બજારમાં ભીડ થતાં ઠેર ઠેર ટ્રાફિકનો પ્રશ્ન ઊભો થયો છે. છેલ્લી ઘડીએ બજારમાં ભીડ જોવ મળતાં વેપારીઓનાં ચેહેરા પર ચમક જોવા મળી હતી. આમ તો વર્ષોથી નડિયાદમાં ટ્રાફિકની સમસ્યા છે પરંતુ વાર તહેવાર ટાંણે મુખ્ય રસ્તાઓ પર આ પ્રકારની સમસ્યા વધુ સર્જાઈ છે. જોકે તહેવારોને અનુલક્ષીને પોલીસ તંત્ર પણ ખડે પગે રહી ટ્રાફિક નિયમન કરાવી રહ્યું છે.

નડિયાદ શહેરના હાર્દસમા રોડ એવા સંતરામ રોડ પર ટ્રાફીક જામ થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે દિવાળી છે. ત્યારે બજારમાં લારીઓ અને પાથરણા વાળાઓએ રોડની સાઈડમાં અડીંગો જમાવતાં રોડ પર ટ્રાફીક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

સવારે અને સાંજના સમયે શહેરના સંતરામ રોડ પરથી વાહન લઈને પસાર થવું એટલે માથાનો દુખાવો બની ચૂક્યો છે. એક બાજુ દિવસેને દિવસે નગરના રસ્તાઓ સાંકડા બની રહ્યા છે, ઉપરાંત દબાણોના કારણે પણ આવા પ્રશ્નો ઊભા થાય છે તેમ જાગૃત લોકો જણાવી રહ્યા છે.

સંતરામ રોડ સિવાય પીજ રોડ, મીલ રોડ, સ્ટેશન રોડ, ચકલાસી ભાગોળ, કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં તહેવારો ટાંણે ટ્રાફિકનો પ્રશ્ન વધુ ગહન બન્યો છે. જોકે આ તમામ મુખ્ય માર્ગોના પોઈન્ટ પર ટ્રાફીક બ્રિગેડના માણસો ટ્રાફિક નિયમન કરાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...