તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી પેરોલ લઈ ફરાર થયેલો આરોપી ઝડપાયો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને જેલ હવાલે કરવામા આવ્યો

અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો આરોપી પેરોલ પર છૂટ્યા બાદ ભાગી ગયો હતો આરોપીને ખેડા જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે પકડી પાડયો હોવાનું જાણવા મળે છે.

આં અગે મળતી માહિતી મુજબ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતો વિજય વિઠ્ઠલ પેરોલ પર ગયો હતો રજા પુરી થયા બાદ હાજર થવાનું હતુ. પરંતુ હાજર થયેલ ન હોય અને ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ હોય અને તે તેની સાસરીમાં નનાદરા ગામ ખાતે આવેલ હોય અને તેણે શરીરે મરૂણ કલરનુ આખીબાઇનું વાદળી લાઇનીંગવાળુ શર્ટ તથા બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા બાતમી હકીકત વાળી જગ્યાએ જઇ વોચ તપાસમાં ઉભા હતા.

પોલીસ તપાસ દરમિયાન હકીકત વર્ણન મુજબ નો ઇસમ મળી આવતા તેને કોર્ડન કરી રોકી લીધેલ અને તેની પુછપરછ કરતા પોતે પોતાનું નામ વિજય વિઠ્ઠલભાઇ વાદી રહે.અબવાતા તા.કપડવંજ જી.ખેડા નાઓનુ જણાવતા હોય અને પોતે સામાજીક કારણોસર તા.28/05/21 ના રોજ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હાજર થઇ શકેલ ન હોય અને તે ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ હોવાની હકીકત જણાવતા તેને નડીયાદ સીવીલ હોસ્પીટલ ખાતે લાવી કોવીડ -19 અંગેનો રિપોર્ટ કરાવતા તેનો રિપોર્ટ નેગેટીવ આવતા આ આરોપીને કપડવંજ રૂરલ પો.સ્ટે.ખાતે સ્ટે.ડા.માં નોંધ કરાવી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે બાકીની સજા ભોગવવા સારૂ યોગ્ય પોલીસ જાપ્તા સાથે મોકલી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...