તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માથાકૂટ:વસોના મિત્રાલમાં અકસ્માત બાદ ઠપકો આપવા જતાં ઝઘડો વણસ્યો, ચાર સામે ફરિયાદ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં ઘવાયેલા વ્યક્તિએ ગામના ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી

વસોના મિત્રાલ ગામે નજીવી બાબતે ઝઘડાએ રૂપ ધારણ કર્યું હતું. પુરપાટે આવતાં બાઇકે રાહદારીને ટક્કર મારતાં અકસ્માત બાદ ઠપકો આપવા જતાં મામલો ઝઘડાએ પહોંચ્યો છે. આ અંગે રાહદારીએ ગામના ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.

વસો તાલુકાના મિત્રાલ ગામે રહેતા 62 વર્ષીય બીસ્મીલામીંયા છોટુમીંયા ભઠ્ઠી ગતરોજ સવારના સુમારે ચાલતાં ગામની મસ્જિદ વાડી પાસેથી જતાં હતા. આ દરમિયાન ગામના જયેશ પટેલે પોતાનું બાઇક બેફામ રીતે હંકારી ચલાવી લાવી બીસ્મીલામીંયા સાથે અથડાવ્યું હતું. તેથી બીસ્મીલામીંયા અને મોટરસાયકલ ચાલક બંન્ને રોડ પર પટકાયા હતા.

આ અકસ્માતમાં બીસ્મીલામીંયાને હાથના કાંડાઓ પર ઈજા થઈ હતી. અકસ્માત બાદ બીસ્મીલામીંયાના કસ્બાના લોકો જયેશને ઠપકો આપવા ગયા હતા. જે પછી થોડી વાર બાદ ગામના જયેશ પટેલ, પ્રદિપ પટેલ, કુણાલ પટેલ અને નરેશ પટેલ બીસ્મીલામીંયાના ઘરે આવી તેમને અપશબ્દો બોલી તેમની સાથે ઝગડો કર્યો હતો. આથી આ અંગે બીસ્મીલામીંયા ભઠ્ઠીએ ઉપરોક્ત ચારેય વ્યક્તિઓ સામે વસો પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે આઈપીસી 279, 337, 323, 504, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...