તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:વિશ્વ પર્યાવરણ દિવસે પ્રકૃતિનું જતન અને પર્યાવરણની શુધ્ધી માટે યજ્ઞ કરવામાં આવ્યો

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ આર્ય સમાજ દ્વારા આ યજ્ઞ કરાયો
  • સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી, ટ્રસ્ટીઓ તથા નડિયાદ અગ્રણીઓએ યજ્ઞમાં આહૂતી આપી

હાલ કોરોના મહામારીમાં કુદરતી ઓક્સિજનનું શુ મૂલ્ય છે તે બાબત સૌ કોઈને સમજાઈ ચૂકી છે. માટે પ્રકૃતિનું જતન થાય તે દિશામાં જાગૃત થવુ જરૂરી છે. આવી જાગૃતતા સમાજમાં કેળવાય તે હેતુ અને પર્યાવરણની શુધ્ધી કાજે નડિયાદ આર્ય સમાજ દ્વારા આજે એક મહાયજ્ઞનું આયોજન કરાયું છે.

5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. આ દિવસની સમગ્ર જિલ્લામાં ઉજવણી કરાઈ છે. ક્યાંક વૃક્ષો વાવી તો ક્યાંક આ બાબતે જાગૃતિ આવે માટે વર્ચ્યુઅલ પ્રોગ્રામ દ્વારા માહિતી આપી આ દિવસની ઉજવણી કરાઈ છે. તો આ ઉજવણીમાં નડિયાદ આર્ય સમાજ દ્વારા મહાયજ્ઞ કરાયો છે. સમગ્ર વિશ્વમાં પ્રકૃતિ જળવાઈ રહે અને તેને મનુષ્ય હાની ન પહોંચાડે તે હેતુથી જાગૃતિ અર્થે આ યજ્ઞ કરાયો છે. શહેરના વૈશાલી સિનેમા પાછળની રાજદિપ સોસાયટીમાં આવેલ આર્ય સમાજના કેન્દ્ર ખાતે આજે સવારે આ યજ્ઞ યોજાઈ ગયો હતો. આ પ્રસંગે મેનેજીંગ ટ્રસ્ટી દિનેશ આર્ય, આર્ય સમાજના અનુજ પટેલ, સામાજિક કાર્યકર ગૌતમ બ્રહ્મભટ્ટ, અમીત સોની, દેવેન્દ્ર પારેખ સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી યજ્ઞમાં આહૂતી આપી હતી. તો આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...