તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદ શહેરમાં આણંદ તરફથી આવતી શટલ રીક્ષાને પારસ સર્કલથી આગળ નો - એન્ટ્રી છે. જોકે, શહેર ટ્રાફિક પોલીસની રહેમનજર હેઠળ ઠેઠ ગ્લોબ સિનેમા સુધી રીક્ષા મુસાફરોને ઉતારવા અને બેસાડવા માટે આવી પહોંચતી હોવાનું જોવા મળે છે. તેમ છતાં ટ્રાફિક પોલીસ દ્વારા આ શટલ રીક્ષાના ચાલકો સામે કોઇ પગલાં ભરવામાં આવતાં નથી.
ટ્રાફિકના નિયમો માત્ર પ્રજાજનો માટે જ હોય તે રીતે બિન્દાસ્ત બનીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં રીક્ષાચાલકો ઉપર પોલીસના ચાર હાથ છે. શહેરમાં ટ્રાફિકની અવ્યવસ્થા વકરી રહી હોવા છતાં પણ કાર્યવાહીના નામે માત્ર ટાર્ગેટ જ પૂરા કરવામાં આવતાં હોવાનું જોવા મળી રહ્યું છે. શહેરમાં અનેક વરસોથી ટ્રાફિકની અવ્યવસ્થા પ્રજાજનો માટે સમસ્યા બની છે.
કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામા, એસપી દ્વારા આપવામાં આવતી વારંવારની સુચનાઓ અને ટ્રાફિકના નિયમો બધુ જ માત્ર કાગળ અને હોર્ડીંગ્સ પર જ જોવા મળે છે. ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના ત્રણેક પોઇન્ટ સિવાય ક્યાંય નિયમન કરાવવાની તસ્દી લેવામાં આવતી નથી. ટ્રાફિકથી ભરચક વિસ્તાર સંતરામ રોડ પરની અવ્યવસ્થાને દુર કરવામાં પણ ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય જોવા મળે છે. પોલીસની નજર સામે જ મનફાવે તેમ વાહન ચલાવતા સામે પણ કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.
શહેરમાં એન્ટ્રી છે : ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર
શહેરમાં પિયાગોને ક્યાં સુધી એન્ટ્રી છે ? તેમ પૂછતાં શહેર ટ્રાફિક પોલીસ ચોકીના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.બી.રાણાએ જણાવ્યું હતું કે, આખા શહેરમાં શટલ રીક્ષાને એન્ટ્રી છે. માત્ર હેવી વ્હિકલને જ શહેરમાં પ્રવેશ નથી. શટલ રીક્ષા બાબતનું કોઇ જાહેરનામું નથી.
પારસ સર્કલ સુધી જ પ્રવેશ છે : ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર
નડિયાદ શહેરમાં પિયાગો રીક્ષા ક્યાં સુધી પ્રવેશી શકે ? તેમ પૂછતાં નડિયાદ શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર બી.જી.પરમારે જણાવ્યું હતું કે, શટલ રીક્ષાને પારસ સર્કલ સુધી જ પ્રવેશ છે, ત્યાંથી આગળ તેઓ ન આવી શકે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.