કોરોના અપડેટ:નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ઘેર ઘેર કોરોના દસ્તક, એક્ટિવ કેસોની સંખ્યા અઢીસોને પાર પહોંચી

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવામાન પલટાના કારણે શરદી, તાવના કેસોમાં વધારો
  • આજે નવા 66 કોરોનાના કેસો, 3 ઓમિક્રોનના કેસો સહિત કોરોના પોઝિટિવનો આંક 255 પર પહોંચ્યો

ખેડા જિલ્લામાં કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. આજે વધુ 66 કેસો નોંધાયા છે. એક્ટિવ કેસોમાં મોટેભાગે હોમ આઇસોલેશન હેઠળ સારવાર લેતા ઘેર ઘેર કોરનાએ દસ્તક દીધી તેમ કહી શકાય છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોના તેની વણથંભી રફતારથી આગળ ધરી રહ્યો છે. ગુરૂવારે કોરોનાના વધુ 66 કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. તો વળી ઓમિક્રોનના પણ 3 પોઝિટિવ કેસો નોંધાયા છે. આજે જે નોંધાયેલા કેસોની વાત કરવામાં આવે તો નડિયાદ પંથકમાંથી 57, ઠાસરા પંથકમાંથી 2, ગળતેશ્વર પંથકમાંથી 2, વસો પંથકમાંથી 2, ખેડા પંથકમાંથી 1, કઠલાલ પંથકમાંથી 1 અને માતર પંથકમાંથી 1 મળી કુલ 66 કેસોનો વધારો થયો છે. જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા 255 પર પહોંચી ચૂકી છે. છેલ્લા લગભગ 2 દિવસથી પલટાયેલા હવામાનના કારણે ઘેર ઘેર શરદી, તાવ ફીવર જોવા મળી રહ્યો છે.

આજે વધુ 2053 લોકોના રિઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. એક્ટિવ કેસોમાં 245 વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. તો વળી કોરોનાના 4 દર્દીઓ નડિઆદ સિવિલમાં અને 6 દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

રસીકરણની વાત કરવામાં આવે તો આજે 138 સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં 2942 લોકોએ રસી મૂકાવી છે. સાથે સાથે 15થી 18 વર્ષનાં વય જૂથના રસીકરણમાં ગળતેશ્વર તાલુકામાં 340, કપડવંજ તાલુકામાં 1023, કઠલાલ તાલુકામાં 263, ખેડા તાલુકામાં 581, મહુધા તાલુકામાં 117, માતર તાલુકામાં 897, મહેમદાવાદ તાલુકામાં 545, નડિયાદ તાલુકામાં 1334, ઠાસરા તાલુકામાં 812 અને વસો તાલુકામાં 550 મળી આજે કુલ 6,462 લોકોનું રસીકરણ થયુ છે.

અન્ય સમાચારો પણ છે...