તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:કોઈપણ જિલ્લાની રોજગારલક્ષી અદ્યતન માહિતી મેળવી શકાશે

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલકોને કઠલાલથી પરત ફરવું પડે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તા.12/01/2021ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતિ રાષ્ટ્રીય યુવા દિવસે રાજ્યના યુવાનો માટે રોજગારલક્ષી ઓનલાઈન કેરિયર કોલસેન્ટર રોજગાર સેતુ કાર્યક્રમનો ઈ-શુભારંભ કરાવ્યો હતો. સમગ્ર દેશમાં ગુજરાતની આ નવીન પહેલમાં રાજ્યનો કોઈપણ રોજગારવાંચ્છુ આ કેરિયર કોલ સેન્ટરનો નંબર 63-57-390-390 ડાયલ કરીને રાજ્યના કોઈ પણ જિલ્લાની રોજગારલક્ષી, અભ્યાસલક્ષી અને સચોટ અને અદ્યતન માહિતી મેળવી શકશે.

ઉમેદવારો કેરિયર કોલ સેન્ટરનો નંબર 63-57-390-390 ડાયલ કરીને તેઓ ધોરણ 10-12 ITI કે સ્નાતક પછીના અભ્યાસક્રમો, વિવિધ વ્યવસાયલક્ષી કોર્ષ, રોજગાર ભરતી મેળા, જિલ્લામાં કે જિલ્લા બહાર ખાનગી એકમોમાં રહેલી ખાલી જગ્યાઓ, સરકારી ભરતી, અંગે માહિતી તેમજ માર્ગદર્શન મેળવી શકાશે તેમ યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...