હડતાલ:કણજરીની કંપનીના કર્મીઓ દિવાળી બોનસ, હક રજા મુદ્દે આંદોલનના માર્ગે

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુરુષો પાસે 12 અને મહિલાઓ પાસે 10 કલાક કામ લેવાતુ હોવાના આક્ષેપ

નડિયાદના કણજરીમાં ફુડ પ્રોસેસીંગનું કામ કરતી ખાનગી કંપનીના 250 થી વધુ કર્મચારીઓ આજે હડતાલ પર ઉતરી ગયા હતા. કંપનીના સંચાલકો કર્મચારીઓનું શોષણ કરતા હોવાનો આક્ષેપ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. કંપની દ્વારા કર્મચારીઓને દિવાળી બોનસ ચૂકવાયું નથી. કંપની દ્વારા કર્મચારીઓને 12 કલાક કામ કરાવવામાં આવે છે. અને હક્ક રજા પણ આપવામાં ન આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કર્મચારી જયેશભાઈએ જણાવ્યું હતું કે કંપની દ્વારા જુના મહિલા કર્મચારીઓ રૂ.300 અને નવા મહિલા કર્મચારી ને રૂ.240 પગાર આપવામાં આવે છે.

ઉપરાંત પુરુષ કર્મચારીને રૂ.325 ચુકવાય છે. આમ કર્મચારીઓના પગાર ધોરણમાં પણ ભેદભાવ રાખવામાં આવે છે. જો કોઇ કર્મચારી આ બાબતે ફરિયાદ કરે તો નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપવામાં આવે છે. કંપનીમાં દર વર્ષે નવો એચ.આર. ડિપાર્ટમેન્ટ આવતો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. જો કંપની દ્વારા કર્મચારી ઓને હક્ક આપવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી કર્મચારીઓ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...