તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલિકાનો વહીવટ ભગવાન ભરોસે:2017થી કર્મચારીઓના કરાર રીન્યુ થયા નથી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ નગર પાલિકામાં ટેક્ષ ચોરી કૌભાંડ બહાર આવ્યા બાદ એક પછી એક નવી ચોંકાવનારી બાબતો બહાર આવી રહી છે. ટેક્સ ચોરી કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ પાલિકામાં કરાર આધારિત કર્મચારીઓ હોવાનું બહાર આવ્યું છે. નગરપાલિકામાં 60 કર્મચારીઓ એવા છે જેમના કરાર રીન્યુ થયા નથી. તેમ છતાં નગરપાલિકા વર્ષોથી આ કર્મચારીઓને પગાર ચૂકવી રહી છે. પરંતુ તે પગાર કેવી રીતે થઇ રહ્યો છે તે બાબતે ચર્ચા કરતા સૌ બચી રહ્યા છે.

મહત્વની વાત છે કે ટેક્ષ ચોરી કૌભાંડમાં કાસમભાઇ મોલવી, અંબુભાઇ ઠાકોર અને સુનિતાબેન મિસ્ત્રીની ધરપકડ થઈ છે. જેમાંથી અંબુભાઇ સિવાય બાકીના બંને આરોપી નગર પાલિકામાં 11 માસના કરાર આધારિત કર્મચારી તરીકે કામ કરી રહ્યા હતા. તેઓની સીધી ભરતી નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. પરંતુ 2017 બાદથી કોઈના પણ કરાર રીન્યુ થયા નથી. નોંધનીય બાબત છે કે કરાર આધારિત કર્મચારીઓ પર સમગ્ર કૌભાંડનો ટોપલો નાખી જવાબદાર લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું બની શકે છે. ત્યારે ટેક્સ ચોરી કૌભાંડ સાથે સાથે કરાર આધારિત કર્મચારી ઓના કરાર રીન્યુ કેમ નથી થતા તેની પણ તપાસ થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...