સંતોએ કર્યુ મતદાન:વડતાલમાં 11 વોર્ડના સભ્યો અને સરપંચ માટેની ચૂંટણી યથાવત, સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ કર્યુ મતદાન

નડિયાદએક મહિનો પહેલા
  • મંદિરના 350 સંતો અને 70 સાંખ્ય યોગી બહેનોએ પોતાનો પવિત્ર મત આપ્યો
  • વડતાલ પંચાયતની ચૂંટણીમાં 8 હજાર મતદારો મતદાન કરશે, 14 વોર્ડમાંથી 3 વોર્ડ બિનહરીફ

સમગ્ર ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ આજે ચરમસીમાએ પહોંચ્યો છે. લોકો આજે રવિવારે સવારથી મતદાન કરવા માટે લાઈનોમાં ઉભા રહેલા જોવા મળ્યા છે. જો કે મતદાનના દિવસે વિવિધ ધર્મગુરૂઓએ પણ પોતાના ગામમાં મતદાન કર્યું છે.

અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નૌતમ સ્વામી, વડતાલ મંદિરના કોઠારી ડો. સંતવલ્લભ સ્વામી, ચેરમેન દેવપ્રકાશ સ્વામી સહિતના સંતોએ આજે પોતાના મતનો ઉપયોગ કરી મતદાન કર્યુ છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના 350 જેટલા સંતો અને 70 સાંખ્ય યોગી બહેનોએ મતદાન કરી આ લોકશાહી પર્વને ઉજવ્યો છે.

નોંધનીય છે કે વડતાલ ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ 8 હજાર મતદારો મતદાન કરવાના છે. સામે કુલ 14 વોર્ડમાં 3 વોર્ડ બિનહરીફ થયા હતા. જ્યારે 11 વોર્ડના સભ્યો અને સરપંચ માટે ચૂંટણી યોજાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...