ચૂંટણીને લઈ કાઉન્ટ ડાઉન શરૂ:ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ તંત્ર સજ્જ, 7 હજાર કરતાં વધુ સ્ટાફ કામગીરીમાં જોડાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી શાંતિ પૂર્ણ વાતાવરણમાં થાય તે માટે તમામ આયોજન પરીપૂર્ણ
  • જિલ્લામાં આગામી 19 ડિસેમ્બરના રોજ 417 ગામ પંચાયતમાં યોજાશે ચૂંટણી

ખેડા જિલ્લામાં 417 ગામ પંચાયતમાં સરપંચની 414 અને સભ્યોની 1333 બેઠકો માટે ચૂંટણી યોજવા તંત્ર કામે લાગી ગયું છે. આ ચૂંટણી શાંતિ પૂર્ણ વાતાવરણમાં થાય તે માટે તમામ આયોજન પરીપૂર્ણ થઇ ગયું છે.

જિલ્લામાં આગામી 19 ડિસેમ્બરના રોજ 417 ગામ પંચાયતમાં ચૂંટણી યોજાનાર છે. અહીંયા બેઠકોની વાત કરીએ તો સરપંચની 414 બેઠકો છે અને સભ્યોની 1333 બેઠક છે. મતદાન મથકોની સંખ્યા 1232 છે. આ વખતે બેલેટ પેપરથી મતદાન થશે એટલે મતપેટીઓ મુકવામાં આવશે. આ મત પેટીની સંખ્યા 1725 છે.

ખેડા જિલ્લા ચૂંટણી કચેરીમાંથી મળતી માહિતી મુજબ ચૂંટણીમાં કામગીરી કરનારા સ્ટાફને તાલીમ પણ આપી દેવામાં આવી છે અને સ્ટાફને સજ્જ બનાવી દેવામાં આવ્યો છે. ચૂંટણી અધિકારી તરીકે 88, મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે 88 તેમજ પોલીગ સ્ટાફ 7025 મૂકવામાં આવ્યો છે.

ખેડા જિલ્લામાં 10 તાલુકામાં થઈ 417 ગ્રામ પંચાયતમાં ચૂંટણી છે. મતદારોની વાત કરીએ તો 9, 93, 560 મતદારો આગામી રવિવારના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી યોગ્ય ઉમેદવારો પર પસંદગી મ્હોર મારશે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે જિલ્લાના તાલુકા મથકો પરથી ચૂંટણીની સામગ્રી રોકાયેલા વાહનો મારફતે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને વાતાવરણ ડહોળાય નહી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુસર જિલ્લાના 10 તાલુકા મથકો પર આવેલા મતદાન કેન્દ્રો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. જેમાં 4 DYSP, 11 PI, 48 PSI, 1700 પોલીસ કર્મી, 410 હોમગાર્ડ, 1030 ગ્રામ રક્ષક દળના જવાનો, SRP કંપની 1 જેમાં 101 માણસો છે. આ તમામ પોલીસ કર્મીઓ રવિવારે મતદાનના દિવસે ખડે પગે રહી કાયદો અને વ્યવસ્થા જાળવશે.

અન્ય સમાચારો પણ છે...