આયોજન:KDCC બેંકના ચેરમેન, વા.ચેરમેન પદ માટેની ચૂંટણી શુક્રવારે યોજાશે

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપની સ્પષ્ટ બહુમતી હોય ચેરમેન, વા.ચેરમેન બિનહરીફ થવાની શક્યતા

કેડીસીસી બેંકની ચૂંટણીમાં જે રીતે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે, તેને જોતા આગામી શુક્રવારે યોજાનાર ચેરમેન, વા.ચેરમેનની ચૂંટણી બિનહરીફ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ભાજપે 21માં થી 13 બેઠકો જીતીને બહુમતી મેળવી લીધી છે, ત્યારે હવે ચેરમેન અને વા.ચેરમેન પદ માટે ઔપચારિક કાર્યવાહી બાકી રહી છે.

કેડીસીસી બેંકની ચૂંટણીમાં પ્રથમવાર ભાજપે પક્ષના મેન્ડેડ પર ઉમેદવારોને ઉતારતા જ બેંકમાં હવે ભાજપ બોર્ડ બનાવશે તેવી હવા ચાલી હતી. જેની વચ્ચે જાન્યુઆરી માસમાં યોજાએલ કેડીસીસી બેંકની ચૂંટણીમાં 99.33 ટકા જેટલું જંગી મતદાન થયું હતું. જેનું 1 ફેબ્રુઆરીના રોજ પરિણામ આવ્યુ હતુ, જેમાં ભાજપે 21 માંથી 13 બેઠકો મેળવી સ્પષ્ટ બહુમતી મેળવી હતી.

આઝાદી બાદ પ્રથમવાર ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવતા પ્રથમવાર કોંગ્રેસ ની વિશ્વાસ પેનલને હારનો સામનો કરવો પડ્યો હોત. છેલ્લા 23 વર્ષથી ચેરમેન પદ સંભાળી રહેલા દિગ્ગજ નેતા ધીરૂભાઈ ચાવડા, પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ કોંગ્રેસની પેનલને હાર થી બચાવી શક્યા ન હતા. ત્યારે હવે 4 માર્ચ શુક્રવારના રોજ બેંકના ચેરમેન અને વા.ચેરમેન માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ત્યારે 13 વિજેતાઓ પૈકી કોના શિરે ચેરમેન, વા.ચેરમેનનો તાજ જાય છે, તે જોવું રહ્યું.

મોટા નેતાઓના નામ હાલ ચર્ચામાં
ભાજપની સ્પષ્ટ બહુમતી બાદ જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ, તેજસ પટેલ, રાજેશ પાઠક અને યોગેન્દ્ર રામસિહ પરમારના નામ ચર્ચામાં છે. આ ચાર પૈકી બે વ્યક્તિ ચેરમેન અને વાઇસ ચેરમેન બનશે તેવી ચર્ચા ભાજપ બેડામાં ચર્ચાઈ રહી છે. ત્યારે શુક્રવારના રોજ મોવડી મંડળમાંથી આવનાર વ્હીપમાં કોના નામ ખુલે છે, તે સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...