સારવાર બાદ મોત:નડિયાદના વૃધ્ધનું 7 દિવસની સારવાર બાદ ન્યુમોનિયાથી મોત

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફેફસામાં ઇન્ફેક્શન થઈ ગયું હોઈ નડિયાદ, અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લીધી

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા 68 વર્ષીય વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતા તેઓને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેઓની તબિયત વધુ નાદુરસ્ત થતા સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરના અથાગ પ્રયાસો બાદ પણ વૃધ્ધની તબિયતમાં સુધારો આવ્યો નહીં, અને આખરે તેઓનું અવસાન થયું હતું.

શહેરના પીજ રોડ પર આવેલ એક સોસાયટીમાં રહેતા 68 વર્ષીય વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતા તેઓને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. તેઓના રીપોર્ટમાં ન્યુમોનીયા આવ્યો હતો. જેથી તેઓનો કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. નાકમાંથી લીધેલા સેમ્પલથી આરટીપીસીઆર ટેસ્ટ કરતા રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

પરંતુ સ્થાનિક હોસ્પિટલમાં 6 દિવસની સારવાર બાદ પણ સારું નથી થતા અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા 3 દિવસની સારવાર દરમિયાન જ તેઓનં મૃત્યું થયું છે. પરિવારજનોનું કહેવું છેકે ન્યુમોનિયાનો સ્કોર 25માંથી 7 પર પહોંચી ગયો હતો. જેના કારણે ફેફસામાં ઇન્ફેક્શન વધી જતા તેઓનું મૃત્યુ થયું હતું. મહત્વની વાત છેકે શહેરમાં બનેલી આ ઘટના ફરી એકવાર કોરોનાથી થતા મૃત્યુ ની યાદ અપાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...