તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોની પરીક્ષા:સજ્જતા કસોટીથી 88 ટકા શિક્ષકોએ દૂર રહીને વિરોધ કર્યો, ખેડા જિલ્લામાં શિક્ષકોની પરીક્ષા લેવામાં સરકાર ફેઈલ

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની સજ્જતા સર્વેક્ષણ કસોટીનો નિર્ણય કર્યો હતો. જેમાં સરકાર સંપૂર્ણ રીતે ફેઈલ ગઈ છે. આજે યોજાયેલી પ્રાથમિક શિક્ષકો માટેની કસોટીમાં ભારે ઉહાપોહ વચ્ચે જિલ્લામાં કુલ નોંધાયેલા શિક્ષકો પૈકી માત્ર 12 ટકાએ જ પરીક્ષા આપી છે. જ્યારે 88 ટકા શિક્ષકો પરીક્ષામાં ગેરહાજર રહ્યા છે. જો કે, ગઈકાલે જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ચોખવટ કરતા જણાવ્યુ હતુ કે, આ સજ્જતા કસોટી ફરજીયાત નથી. ઉપરાંત તાલીમના હેતુ માટે છે.

બપોરે 12 વાગે બાયોસેગ દ્વારા તાલીમ આપવામાં આવનારી છે. ખેડા જિલ્લામાં 1352 પ્રાથમિક શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં કુલ 7520 શિક્ષકો છે. શિક્ષકોની સજ્જતા કસોટી માટે 128 સેન્ટરો ફાળવાયા હતા. જ્યારે 437 બ્લોક વ્યવસ્થા આયોજનમાં લેવાઈ હતી. આ કસોટી માટે સરકાર, રાજ્ય સંઘ અને મહાસંઘ વચ્ચે ખાસ્સી તકરાર ચાલી હતી. જેના પરીણામ સ્વરૂપે આજે કસોટીના વિરોધમાં અને કસોટી મરજીયાત કરી દેવાતા માત્ર 12 ટકા એટલે 7520માંથી 1000થી પણ ઓછા શિક્ષકોએ ભાગ લીધો હોવાની શક્યતાઓ છે. જ્યારે સાડા છ હજારથી વધુ શિક્ષકો કસોટીથી અડગા રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...