તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:મહેમદાવાદ સોનીના મકાનમાંથી આઠ લાખના ઘરેણાંની ચોરી

નડિયાદ, મહેમદાવાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડરોબમાંથી ચાંદીની પાટો સહિત દાગીના ચોરી ગયા

મહેમદાવાદ શહેરના સોનીના બંધ બંગલામાં તસ્કરોએ ત્રાટકી તાળા-નકૂચા તોડી અંદર પ્રવેશી કબાટમાંથી ત્રણ કિલો ચાંદીની પાટો તથા સોના-ચાંદીના ઘરેણાં મળી આઠ લાખના મુદ્દામાલની ચોરી કરીને અજાણ્યા શખસો ફરાર થઇ ગયા હતા. જોકે, તેમાં તેમને જાજી સફળતા મળી નહતી. આમ છતાં જિલ્લામાં બની રહેલા ઉપરા છાપરી ચોરીના બનાવના પગલે સામાન્ય પ્રજામાં પણ ચિંતાની લાગણી જન્મી છે.

મહેમદાવાદ શહેરમાં શ્રોફનગર, બંગલા નં.13માં રહેતાં ચંદ્રકાંતભાઇ ખોડીદાસ સોનીના પુત્રી ગાયત્રીબેનએ મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.10/02/2021 થી 13/02/2021 દરમિયાન તેમના બંધ મકાનના તાળા-નકૂચાને તોડીને તસ્કરોએ અંદર પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલાં વોર્ડરોબમાંથી 3 કિલોગ્રામની ચાંદીની 500 ગ્રામ વજનની એક એવી 6 પાટ તથા સોનાના હાર, સોનાની બુટ્ટી સહિતના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.7,93,200ના મુદ્દામાલનો હાથફેરો કરીને પલાયન થઇ ગયા હતા. આ અંગે પોલીસે અજાણ્યા શખસો વિરૂધ્ધ ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે તસ્કરોને ઝડપી લેવા માટે બંગલાની આસપાસના સીસીટીવી કેમેરા ફુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો