તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણીયો જુગાર:ખેડામાં ઈદગાહની પાછળ બહારથી માણસો બોલાવી જુગાર રમતા આઠ સામે ફરિયાદ, પોલીસના હાથે ત્રણ શકુનીઓ ઝડપાયા

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રોકડ રૂપિયા સહિત મોબાઇલ ફોન અને બે બાઇક સહિત કુલ રૂપિયા 1.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

શ્રાવણ માસની સાથે સાથે શ્રાવણીયો જુગારની બદીઓ પણ સમગ્ર જિલ્લામાં ફુલી ફાલી છે. ખેડામાં જાહેરમાં ચાલતાં જુગારધામ પર પોલીસે છાપો મારી આઠ વ્યક્તિઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ છે. જોકે, આ બનાવમાં ત્રણ વ્યક્તિઓ જ પોલીસના હાથે ઝડપાયા છે. જ્યારે બાકીના ફરાર થવામાં સફળ થયા છે. પોલીસે રોકડ રૂપિયા સહિત મોબાઇલ ફોન અને બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શ્રાવણ માસમાં પોલીસ જુગારની બદીઓને રોકવા કેટલી સફળ રહેશે તે જોવું રહ્યું.

ખેડા ટાઉન પોલીસને ગતરાત્રે શહેરના ભાઠમાં આવેલી ઈદગાહ પાછળ ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. તેથી પોલીસે અહીંયા મોડીરાત્રે છાપો મારતાં નાસભાગ મચી ગઇ હતી. આ નાસભાગમાં જુગાર રમતા કેટલાક ઈસમો ફરાર થવામાં સફળ થયા હતા. જોકે, પોલીસના હાથે ત્રણ વ્યક્તિઓ ઝડપાઈ ગયા હતા. જેમાં વિજય ઉર્ફે ભોલો અંબાલાલ ભોઈ, ભાવિન રાજેશ શાહ અને રીયાઝ ઉર્ફે મુન્નો સાજીદ વ્હોરા (તમામ રહે. ખેડા)નો સમાવેશ થાય છે.

ઝડપાયેલા ઈસમોની પુછતાછમાં ફરાર વ્યક્તિઓના નામઠામ પુછતા યાસીન ઉર્ફે ગફુર, તોફીક કાદર મન્સુરી, મુન્ના ઉર્ફે મુન્ની કાદર મન્સુરી, દિલીપ ઉર્ફે દીપો માવજી પરમાર (તમામ રહે. ખેડા) અને સાહીદ ઉર્ફે મરઘી શેખ (રહે.ગોબલજ) હોવાનું જણાવ્યું છે. જ્યારે પકડાયેલા ઇસમો પાસેથી દાવ ઉપરના રોકડ રૂપિયા સહિત 5 મોબાઇલ ફોન અને બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1 લાખ 88 હજાર 110નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થયેલા ઈસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...