તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:ગળતેશ્વરના સેવાલીયામાં ઈકો કારની ઉઠાંતરી, અડધી રાત્રે કારની ઉઠાંતરીનો મામલો સીસીટીવીમાં કેદ

નડિયાદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી

ખેડા જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે ચોરીના બનાવો વધી રહ્યા છે. ગળતેશ્વર પંથકના સેવાલીયામાં પાર્ક કરેલ ઈકો કારની કોઈ અજાણ્યા ઈસમોએ ચોરી કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતાં પોલીસે તેના આધારે તપાસ હાથ ધરી દીધી છે.

ગળતેશ્વર તાલુકાના સેવાલીયામાં જુની દેના બેંક સામે રહેતા વિનુભાઈ બચુભાઈ પરમારની ઈકો કારની ગત રવિવારની રાત્રે કોઈ અજાણ્યા ઈસમે ચોરી કરી છે. ઘર નજીક આ બેંક પાસે અહીંયા પાર્ક કરેલ આ કારની કોઈ ઈસમોએ ચોરી કરી પલાયન થઈ ગયા છે.

મોડી રાત્રે વિનુભાઈએ પોતાની કાર જોઈ હતી પરંતુ મોર્નીંગ વોકમાં નીકળ્યા ત્યારે ઉપરોક્ત ગાડી નજરે નહી પડતા આ અંગે વિનુભાઈએ આસપાસ શોધખોળ આદરી હતી. તેમ છતાં પણ આ ઈકો કારની કોઇ ભાળ મળી નહોતી. વિનુભાઈએ જે જગ્યાએ કાર પાર્ક કરેલ ત્યાં સામેની દુકાનના સીસીટીવી ચેક કરતાં રવિવારની રાત્રીના અઢી થી ત્રણની વચ્ચેના સમયગાળામાં ઉપરોક્ત ઇકો કારની પાસે અન્ય એક ઈકો કાર આવી ઉભી રહી હતી. જેમાંથી એક વ્યક્તિ ઉતરી વિનુભાઈની કારનું લોક તોડી ગાડી ચાલુ કરી પલાયન થઈ ગયા હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે.

આ સમગ્ર બનાવ સંદર્ભે વિનુભાઈના ભત્રીજા મુકેશ પરમારે સેવાલીયા પોલીસે મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. પોલીસે વિવિધ ટીમો બનાવી આ ચોરીને અંજામ આપનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...