તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રોત્સાહન:ખેડાની બીલોદરા સબ જેલમાં કેદીઓના સારી ગુણવત્તાવાળું ભોજન આપવા બદલ "ઈટ રાઈટ કેમ્પસ"નું સર્ટિફિકેટ એનાયત

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ જિલ્લા સબ જેલને 4 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા

ખેડા જિલ્લામાં આવેલ બીલોદરા સબ જેલમાં સારી ગુણવત્તા વાળું ભોજન કેદીઓને આપવામાં આવતાં જેલ પ્રશાસનને "ઈટ રાઈટ કેમ્પસ" નું સર્ટિફિકેટ મળ્યું છે. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ગાંધીનગર અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ નડિયાદ દ્વારા ચકાસણી કરી સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.

જેલ ખાતાના વડા ડો. કે. એલ.એન. રાવના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ જેલોમાં બંદીવાનોને આપવામાં આવતું ભોજન તથા કેન્ટીનની સવલતની ખાદ્યચીજોની ગુણવત્તા પ્રત્યે સતત કાળજી રાખવામાં આવી રહી છે. નડિયાદ સ્થિત આવેલ બીલોદરા જિલ્લા જેલના અધિક્ષક બી.કે.હાડા અને જેલર બી. એસ. પરમારે જેલના બંદીવાનોને સ્વાસ્થ્ય માટે ચિંતા કરી તમામ કેદીઓને પૌષ્ટિક અને સારી ગુણવત્તા વાળું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ગાંધીનગર અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ નડિયાદ દ્વારા ચકાસણી કરી જેલ પ્રશાસનને "ઈટ રાઈટ કેમ્પસ" નું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. સાથે સાથે 4 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...