તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મુખ્યમંત્રીએ વડતાલ ખાતે શ્રી સ્‍વામીનારાયણ મલ્‍ટિ સ્‍પેશ્યાલીટી હોસ્પિટલમાં ઓક્સિજન પ્‍લાન્‍ટનું ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવામાંથી ઓક્સિજન બનાવવાના PSA પ્‍લાન્‍ટસ સ્થાપીને ઓક્સિજન માંગમાં ધટાડો થશે
  • ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા સરકારના પ્રયાસોમાં ધાર્મિક સંસ્‍થાઓનો સહયોગ પ્રસશંનીય

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ રાકેશ પ્રસાદ મહારાજની પ્રેરણાથી ખેડા જિલ્લાના વડતાલ સ્‍વામીનારાયણ ધામ દ્વારા કોરોનાના કપરા કાળમાં થઇ રહેલી સમાજસેવા સહિતની આરોગ્‍યસેવાના કાર્યોના ભાગરૂપે સ્‍થાપિત ઓક્સિજન પ્લાન્‍ટનું લોકાર્પણ કર્યું છે. ગાંધીનગરથી વીડિયો કોન્‍ફરન્‍સ દ્વારા આ લોકાર્પણ કરાયું છે.

કોરોના કાળમાં વડતાલ મંદિર દ્વારા ઓક્સિજન પ્‍લાન્‍ટ અર્પણ કરાયો

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું છે કે, લીકવીડ ઓક્સિજનની મર્યાદાઓ સામે હવે હવામાંથી સીધો ઓક્સિજન મેળવવાના પ્‍લાન્‍ટ રાજ્યમાં સ્‍થાપીને 300 ટન PSA ઓક્સિજન મેળવી પગભર બનવાની દિશામાં આપણે આગળ વધી રહ્યાં છીએ. રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજન સપ્‍લાયના કાર્યમાં વડતાલ સહિત અન્‍ય ધાર્મિક-સામાજિક સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી છે. કોરોના કાળમાં વડતાલ મંદિર દ્વારા ઓક્સિજન પ્‍લાન્‍ટ અર્પણ કરીને આ સેવા પરંપરા વધુ ઉજ્જવળ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતે કોરોનાની પ્રથમ લહેરમાં સફળતાપૂર્વક સંક્રમણ નિયંત્રણ કર્યું હતું. બીજી લહેરને પણ એ જ આક્રમકતાથી નિયંત્રણમાં લાવ્‍યા છીએ. હવે તજજ્ઞો જયારે ત્રીજી લહેરની સંભાવના દર્શાવે છે ત્યારે એના માટે પણ ગુજરાત સંપૂર્ણ સજ્જ છે.

આ ઇ-લોકાર્પણ પ્રસંગે વડતાલ ખાતે સાંસદ દેવુંસિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇ, ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ સહિત વડતાલ મંદિરના ચેરમેન પૂ. દેવપ્રકાશ સ્‍વામી, પૂ. નૌતમ સ્‍વામી, પાર્ષદ લાલજી ભગત સ્‍વામી, ર્ડા.સંત સ્‍વામી સહિત વિવિધ મંદિરોના સંતો ઉપસ્થિત રહી આર્શીવચનો પાઠવ્‍યા છે.

રૂપિયા 25 લાખની અદ્યતન એમ્બ્યુલન્‍સ ફાળવવાની જાહેરાત કરવામાં આવી

મુખ્‍યમંત્રીએ આ હોસ્‍પિટલમાં વધુ એક ઓક્સિજન પ્‍લાન્ટ સ્‍થાપવાની અપીલ કરતાં આજે હોસ્‍પિટલ ખાતે બીજા 50 બેડના ઓક્સિજન પ્‍લાન્‍ટની જાહેરાત કરવામાં આવી છે. બીજા ઓક્સિજન પ્‍લાન્‍ટ માટે હોસ્‍પિટલના પ્રમુખ ધનજીભાઇ દ્વારા રૂપિયા 15 લાખ, મુખ્‍ય દંડક દ્વારા રૂપિયા 10 લાખ તથા સાંસદ દ્વારા રૂપિયા 25 લાખની અદ્યતન એમ્બ્યુલન્‍સ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...