અકસ્માત:નડિયાદમાં અજાણ્યા વાહનમાં કાર ઘુસી જતાં ચાલકનું મોત

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકનું ઘર માત્ર 2 કિ.મી. દૂર હતું, ઘરે પહોંચે તે પહેલા મોત

નડિયાદના બિલોદરામાં આવેલી એક સોસાયટીમાં રહેતા 68 વર્ષિય જનકસિંહ સોઢાનું અકસ્માતમાં મોત થયુ છે. તેમની અલ્ટો ગાડી અજાણ્યા વાહનમાં ઘુસી ગયા બાદ તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જ્યાં હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન મોત થયુ છે. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જનકસિંહ સોઢા મહોળેલથી બિલોદરા આવી રહ્યા હતા. આ દરમિયાન નડિયાદ રીંગ રોડ પર મરીડા ચોકડી સુધી પહોંચી ગયા હતા.

અહીંથી તેમનું ઘર માત્ર બે કિલોમીટરના અંતરે હતુ. તેઓ ઘરે પહોંચે તે પહેલા જ મરીડા ચોકડી પર ભંગારના વાડા પાસે તેમની ગાડી આઈસર જેવા વાહનમાં ઘુસી ગઈ હતી. જેના કારણે ડ્રાઈવર સાઈડનું વ્હીલ બેન્ડ થઈ ગયુ હતુ. અકસ્માત સર્જાતા ગભરાઈ ગયેલા જનકસિંહ પાછળની સીટ પર જતા રહ્યા હતા. ત્યારબાદ સ્થળ પર તેમના સબંધીઓ સ્થળ પર આવી ગયા હતા અને તેમને નડિયાદ ખાતે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ. આ અંગે નડિયાદ ગ્રામ્ય મથકે ફરીયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...