તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેસરીસિંહનો બચાવ:દારૂ-જુગારની પાર્ટીમાંથી ઝડપાયેલા ધારાસભ્યએ કહ્યું- 'હું દારૂ પીતો જ નથી, હું તો મંદિરે દર્શન કરવા આવેલો અને રિસોર્ટમાં રોકાયો હતો'

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કેસરીસિંહ સહિત 21 લોકોની કરી હતી અટકાયત
  • જુગાર અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો

પંચમહાલના હાલોલ તાલુકાના શિવરાજપુર પાસે આવેલા જીમીરા રિસોર્ટમાં ચાલી રહેલી દારૂ અને જુગારની મહેફીલ પર દરોડો પાડી પોલીસે ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સહિત 21 વ્યકિતને ઝડપી પાડ્યા હતા અને ગુનો નોંધ્યો હતો. ભાજપના ધારાસભ્ય કેસરીસિંહે લૂલો બચાવ કરતા કહ્યૂં હતું કે, તે દારૂ પીતા જ નથી, તે રિસોર્ટમાં આરામ કરવા આવ્યા હતા. પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

ગતરાત્રે પંચમહાલ એલસીબી અને પાવાગઢ પોલીસે બાતમીના આધારે જીમીરા રિસોર્ટમાં છાપો માર્યો હતો. જેમાં માતરના ભાજપના ધારાસભ્ય, સાત મહિલા સહિત 21 લોકો મળી આવતાં પોલીસે આ તમામ સામે જુગાર અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અટકાયત કરી હતી. પોલીસ રેડમાં સત્તાધારી ભાજપ પક્ષના ધારસભ્યની અટકાયત કરવામાં આવતાં આ બાબત હાલ રાજકીય છાવણીમાં ભારે ચર્ચાનો વિષય બની છે. પોલીસે દારૂની 9 બોટલો પણ કબજે કરી હતી.

આ મામલે પાર્ટી હાઈકમાન્ડ નિર્ણય કરશેઃ અર્જુનસિંહ
સમગ્ર મામલે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અર્જુનસિહ ચૌહાણ સાથે ટેલિફોનિક વાત કરતાં તેમણે આ ઘટનાની ગતરોજ જ જાણ થઈ હોવાનું જણાવ્યું છે. સાથે સાથે આ બાબતે જણાવ્યું હતું કે કાયદો કાયદાની રીતે કામ કરશે અને તપાસના અંતે પક્ષ જે નિર્ણય લેશે તે માન્ય ગણાશે.

કેસરીસિંહ અને વિવાદ
કેસરસિંહ ખેડા જિલ્લાની માતર વિધાનસભા સીટ પરથી સતત બે ટર્મથી ચૂંટાઈ આવે છે. MLA કેસરીસિંહનો ભૂતકાળ પણ વિવાદોથી ઘેરાયેલો છે. વર્ષ 2015માં તે સમયના મહિલા ડીવાયએસપી સાથે કેસરીસિંહે ગેરવર્તન કર્યુ હતું. જેથી બન્ને વચ્ચે તણખા જરતાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. આ સમયે કોર્ટે કેસરીસિંહને ઓબઝર્વેશનમાં પણ રાખ્યા હતા. અને અંતે આ કિસ્સામાં સમાધાન થયું હતું.

બે વર્ષ પહેલા તેમના મત વિસ્તારના સરપંચે ગ્રાન્ટ રદ કરવા બાબતે તેમના વિરુદ્ધ વિવાદ સર્જયો હતો. આ સમયે હાથાપાઈ ઉપર મામલો આવતાં પુરેપુરી ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોબાળો મચ્યો હતો. થોડા સમય પહેલાં બુટલેગરના એક વાઈરલ ઓડીયોમાં પણ તેમને કેસરીસિંહ સોલંકીના નામનો ઉલ્લેખ કરીને વિજીલન્સ સુધી જાણ કરો છો છતાં જુગાર રમાશે તેવી ચીમકી આપી હતી. આ ઉપરાંત હાલના ખેડા જીલ્લા પોલીસ વડા દિવ્‍ય મિશ્ર સાથે પણ માસ્કના દંડ બાબતે સીધી ધમકી આપતો વિડિયો વાઈરલ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...