તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:નડિયાદની જિલ્લા જેલમાં 64 કેદીઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
નડિયાદની જિલ્લા જેલમાં કેદીઓને રસી આપવાનો કાર્યક્રમ યોજાયો - Divya Bhaskar
નડિયાદની જિલ્લા જેલમાં કેદીઓને રસી આપવાનો કાર્યક્રમ યોજાયો
 • 14 પાકા કામના બંદીવાન અને 50 કાચા કામના બંદીવાનોને કોરોના વેક્સિન અપાઇ

હાલ સમગ્ર વિશ્વમાં આવી પડેલી આપત્તિ સામે સૌ કોઈ જજુમી રહ્યા છે અને તેમાંથી ધીરે ધીરે બહાર આવવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં વેક્સિન અભિયાન જોર શોરથી આગળ ધપાવવામાં આવી રહ્યું છે. સમાજનો કોઇ વ્યક્તિ આ રસીકરણથી બાકી ન રહે ત્યારે આ રોગ સામેની જંગને જીતી શકીશું. તે હેતુસર આજે નડિયાદની જિલ્લા જેલમાં કેદીઓને રસી આપવાનો કાર્યક્રમ યોજાયો છે.

રાજ્યના અધિક પોલીસ મહાનિર્દેશક ડો. કે.એલ.રાવના દીશા નિર્દેશાનુસાર તથા જિલ્લા મેજીસ્ટ્રેટ આઇ.કે.પટેલ સાથે સંકલન કરી આજ રોજ નડીઆદ ખાતેની બીલોદરા જિલ્લા જેલમાં કેદીઓને રસીકરણનો લાભ અપાયો છે. જેલના કુલ 64 બંદીવાનો જેમાં 14 પાકા કામના બંદીવાન અને 50 કાચા કામના બંદીવાનોને કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર-યોગીનગર (નડીઆદ) દ્વારા તમામ કેદીઓને રસી અપાઈ છે. આ પ્રસંગે જેલ અધિક્ષક બી.કે.હાડા, જેલર બી.એસ.પરમાર, ઇ.ચા જેલર એમ.એસ. મલેક તથા જેલ સ્ટાફ અને બંદીવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો