તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાગણી પુનમ:દર્શનાર્થીઓ માટે ડાકોરના ઠાકોરના દરવાજા બંધ, પરંતુ મંદિરમાં મંગળા આરતીનું જીવંત પ્રસારણ કરાયુ

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખાનગી ચેનલ દ્વારા ડાકોરની આરતી તેમજ દર્શનનો લાભ મળી રહે તેવી વ્યવસ્‍થા કરાઇ
 • જિલ્‍લા વહીવટી તંત્ર અને જિલ્‍લા પોલીસ તંત્ર દ્વારા મર્યાદિત સંખ્‍યામાં વર્ષો જૂની પરંપરા જાળવી રાખી
 • ડાકોર ખાતે યોજાનાર ફાગણી પૂનમનો મેળોનો કાર્યક્રમ મોકૂફ રખાયો

આજે ફાગણી પૂનમના દિવસે ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયજીની નિત્‍ય સેવા પૂજા સમયાનુસાર કરવામાં આવી હતી. ઉલ્‍લેખનીય છે કે, ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે મંદિર પ્રશાસન અને જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા ડાકોર ખાતે યોજાનાર ફાગણી પૂનમનો મેળોનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે.

આ વખતે ડાકોરના મંદિરના દરવાજાઓ શ્રધ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવ્યા છે, પરંતુ શ્રધ્ધાળુઓને દર્શનનો લાભ મળે તે માટે ખાનગી ચેનલ દ્વારા ડાકોરની આરતી તેમજ દર્શનનો લાભ મળી રહે તેવી વ્યવસ્‍થા મંદિર પરીસર અને જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આજે સવારે 6:15 કલાકે રાજા રણછોડરાયની આરતી કરવામાં આવી હતી. ત્‍યાર બાદ વર્ષોથી ચાલી આવતા પરંપરાને જીવંત રાખવા જિલ્‍લા વહીવટી તંત્ર અને જિલ્‍લા પોલીસ તંત્ર દ્વારા કેન્‍દ્ર અને રાજય સરકારની ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્‍ટન્‍સ જાળવી મંદિરમાં પૂજા વિધિ તથા ધજા ચઠાવવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્‍લા કલેકટરે જણાવ્‍યું હતું કે, ફાગણી પૂનમના દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓને કોરોનાની મહામારીના કારણે રૂબરૂ નહિ આવી ઘરે બેઠા જ ખાનગી ચેનલોના માધ્યમથી દર્શનનો લ્હાવો લેવા અગાઉ અપીલ કરવામાં આવી હતી. જેને આમ જનતાએ બહોળા પ્રમાણમાં સ્‍વીકારી છે તેનો આનંદ છે. મંદિરમાં ત્રણેય દિવસ મંદિરના નીજ સેવકો દ્વારા ભગવાનની સેવા-પૂજા કરવામાં આવશે.

આજે ખુબ જ મર્યાદિત સંખ્‍યામાં ધજા રોહનની કામગીરી સંપન્‍ન કરવામાં આવી છે. આ પ્રસંગે રેન્‍જ આઇ.જી વી. ચંદ્રશેખર, (આઇપીએસ), નિવાસી અધિક કલેક્ટર રમેશ મેરજા, જિલ્‍લા પોલીસ વડા દિવ્ય મિશ્રા, મામલતદાર, મંદિર પરીષદના મેનેજર અરવિંદ મહેતા, જગદિશ દવે, પુજારી વિષ્‍ણુ સહિત અન્‍ય મંદિરના સેવકો ઉપસ્‍થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો