તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોર્ડ નં.3:સ્વચ્છતા માટે કચરાપેટી ન મુકાતા રહીશો ખુલ્લામાં જ કચરો નાંખે છે, પીવાનું પાણી ખાડો ખોદીને લેવું પડે છે: બ્લોક નાંખવામાં હળાહળ અન્યાય

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
નડિયાદના વોર્ડ નં.3માં સોસાયટી વિસ્તાર હોવા છતાં કચરા પેટી નહીં મુકાતા લોકો જાહેરમાં જ કચરો નાંખે છે. - Divya Bhaskar
નડિયાદના વોર્ડ નં.3માં સોસાયટી વિસ્તાર હોવા છતાં કચરા પેટી નહીં મુકાતા લોકો જાહેરમાં જ કચરો નાંખે છે.
 • પીવાનું પાણી ખાડો ખોદીને લેવું પડે છે ઃ બ્લોક નાંખવામાં હળાહળ અન્યાય

નડિયાદ નગર પાલિકાનો વોર્ડ નં.3, 15 હજારથી વધુ વસતી ધરાવે છે. આ વિસ્તાર જાણે વધારાનો વોર્ડ હોય તેમ અહીંના રહિશો માની રહ્યાં છે. વોર્ડમાં રખડતા પશુઓનો ત્રાસ અસહ્ય છે, તેની સાથે આ પશુઓ દ્વારા થતી ગંદકીનો કોઇ જ કાયમી ઉકેલ જોવા મળતો હતો. આશ્ચર્યજનક બાબત છે કે, આ વિસ્તારમાં કચરા પેટી મુકવામાં પાલિકા દ્વારા કંજુસાઇ કરવામાં આવી છે.

લોકો રેલવે પાટા પાસે જ ખુલ્લામાં કચરો નાંખી જાય છે. જેના કારણે આસપાસના રહિશો ટોકે તો ઝઘડા થાય છે. આ ઉપરાંત બ્લોક નાંખવામાં હળાહળ અન્યાય થયો હોવાનું પણ વોર્ડવાસીઓ માની રહ્યાં છે. કેટલીક સોસાયટીમાં 10 વરસથી કોઇ રસ્તો જ બનાવવામાં આવ્યો નથી. ગંદકી, રસ્તા અને રખડતા પશુના પ્રશ્નોથી ત્રસ્ત વોર્ડવાસીઓને જવું તો ક્યાં જવું ? તે મુંઝવણ અનુભવી રહ્યાં છે.

વોર્ડ નં-3 ની મુખ્ય સમસ્યા પર એક નજર

 • એસઆરપી રોડ પર ગાયોનો અસહ્ય ત્રાસ જોવા મળે છે.
 • વરસાદમાં પશુઓના છાણ અને મુત્ર સોસાયટીમાં ફરી વળતાં અસહ્ય ગંદકી થાય છે.
 • વોર્ડની કેટલીક સોસાયટીમાં 10 વરસ જેવો સમય થવા છતાં નવા રસ્તા બન્યાં નથી.
 • રસ્તા પર ખાડાના કારણે પડવા અને અકસ્માતના બનાવો સામાન્ય બની ગયા છે.
 • વોર્ડમાં ક્યાંય કચેરા પેટી જોવા મળતી નથી. આ ઉપરાંત ક્યાંક બ્લોક પણ નાંખવામાં આવ્યાં નથી.

સ્થાનિક રહિશો શું કહે છે?

સફાઇ વેરો લેવાય છે
પીવાનુ પાણી પુરતા દબાણથી આવતું નથી. કચરો લેવાની કોઇ વ્યવસ્થા નથી. સફાઇ વેરો ઉઘરાવવામાં આવે છે. સોસાયટીઓને ખર્ચ કરવો પડે છે.- અશોકભાઈ રાઠોડ, કબીરધારા નડિયાદ.

ચોમાસામાં રહેવું દુષ્કર
ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણી સાથે પશુઓના મળ, મુત્ર સોસાયટીમાં ફરી વળે છે. આ મુદ્દે રજુઆત છતાં કોઇ પગલાં ભરાયાં નથી. - હંસાબહેન પરમાર, જય મહારાજ સોસાયટી, નડિયાદ

રસ્તાના કામો થયા છે
જુલેલાલ સોસાયટી, રામ ક્રિષ્ના સોસાયટી, ગુ. હા. બોર્ડ ચોકમાં સીસી રસ્તા બનાવ્યાં છે. જુલેલાલ મંદિર પાસે પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું છે.- કુમારભાઈ ટહેલ્યાણી, કાઉન્સીલર.

કચરા પેટી માટે રજુઆતો
વોર્ડમાં કચરાની સફાઇ માટે કચરાપેટી મુકવા રજુઆત કરી છે. પરંતુ પાલિકા દ્વારા કોઇ પગલાં ભરાયા નથી. રીમાન્ડ હોમ કચરો ફેંકાય છે, તે બાબતે રજુઆત કરી છે. - હેમાબહેન સચદેવ, કાઉન્સીલર.

રસ્તાની ગુણવત્તા હલકી
પ્રગતિનગર રિડેવલપીંગમાં જતા ખાલી કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા અહીં રસ્તો બનાવાયો છે. તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેમ ગુણવત્તા હલકી છે. - પ્રિતેશભાઈ, જયઅંબે નગર, નડિયાદ.

પાણીનો નિકાલ જરૂરી
અહીં જુની ગટરના કારણે આગળની સોસાયટીના ગંદા પાણી ઉભરાઇને ફરી વળે છે. ગંદા પાણીનો કાયમી નિકાલ થાય, કચરા પેટી મુકાય તે જરૂરી છે. - લતાબહેન પંચાલ, નડિયાદ.

ડોર ટુ ડોરનું આયોજન
વોર્ડમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા બાબતે ફરિયાદો મળી હતી. જેની રજુઆત કરી હતી પરંતુ એસઆઈ સાથે મળી નિયમિત કચરો ઉઘરાવે તેવુ આયોજન કરાયું છે. - સોનલબહેન તળપદા, કાઉન્સીલર.

કાઉન્સિલર જેલમાં છે
નડિયાદ નગર પાલિકાના વોર્ડ નં.3ના કાઉન્સીલર અમીત સચદેવ મારામારી કેસમાં હાલ જ્યુડીશ્યલ કસ્ટડીમાં છે. જેથી તેમની સાથે સંપર્ક કે વાતચીત થઇ શકી ન હતી.

.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો