તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:હિન્દુ અનાથ આશ્રમ દ્વારા સંતરામ મંદિરને 1 કરોડનું દાન

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવાકીય પ્રવૃત્તિઓ માટે મંદિરને સહાય

નડિયાદના સંતરામ મંદિર દ્વારા કરવામાં આવતી માનવ સેવાઓ અમૂલ્ય છે. લોકડાઉન સમયે શહેરના ગરીબ અને નિરાધાર લોકને એક માસનું રાશન હોય કે પછી અનલોક દરમ્યાન હોસ્પિટલની સુવીધાઓ, સંતરામ મંદિર દ્વારા હંમેશા માનવ સેવાની કામગીરી થતી રહે છે. આજ સેવા અવિરત ચાલુ રહે તેવા આશયથી સ્થિત હિંદુ અનાથ આશ્રમ દ્વારા આજે સંતરામ મંદિરને રૂ.1 કરોડની સહાય અર્પણ કરાઇ છે. સંસ્થાના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ દિનશા પટેલ, કનુભાઇ પટેલ, વાસુદેવ દેસાઇ સહિતનાઓ દ્વારા કોરોનાની મહામારી માં મદદરૂપ થવાં રકમ અર્પણ કરી છે.

સાંસદ અને મુખ્ય દંડકે બે હોસ્પિટલને 1 કરોડ ફાળવ્યા
કોરોના કાળમાં જ્યારે નડિયાદની હોસ્પિટલોમાં સુવિધાઓ વધારવા દાનની સરવાણી શરુ થઇ છે. સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક બનાવવા દાન આપવા મુખ્ય દંડક દ્વારા અપીલ કરાઇ હતી.જેના પગલે માતબર દાન આવવાનું શરૂ થઇ ગયું છે.

ત્યારે હવે જિલ્લા સાંસદ દેવુસિહ ચૌહાણ અને મુખ્ય દંડક પંકજ દેસાઇ દ્વાર પણ આજે શહેરની મુખ્ય હોસ્પિટલોને પોતાની ગ્રાન્ટમાંથી, તેમજ અન્ય દાતાઓના સહકારથી દાન આપી આર્થિક મદદ કરી છે. મહાગુજરાત કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી મળ્યા બાદ 15 બેડ આઇ.સી.યુ, અને 35 બેડ એચ.ડી.યુની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે એન.ડી.દેસાઇ હોસ્પિટલને 200 બેડ ફાળવાયા છે. આ બે હોસ્પિટલોમાં રૂ.1 કરોડની સહાય કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...