લાંચ:મહેમદાવાદના લાંચ કેસમાં કોન્સ્ટેબલોને શોધવા દોડધામ

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ કર્મીઅોનો ઘરે અેસીબીની તપાસ

મહેમદાવાદમાં લાંચ લેવા પહોંચેલા બે પોલીસ કર્મચારીઓ એ.સી.બી. ની ટીમને જોઇને ફરાર થઇ ગયા હતા. જોકે, વચેટીયો એસીબીના હાથે ઝડપાઇ ગયો હતો. જેના રિમાન્ડ મંગળવારે પૂર્ણ થશે. પરંતુ તેમના સગડ મળ્યા ન હતા. મહેમદાવાદ પોલીસે ક્રિકેટ સટ્ટામાં પકડેલા શખ્સને જામીન પર છોડવા માટે રૂ. દોઢ લાખની લાંચ લીધી હતી. બાદમાં સટ્ટામાં પકડેલા મુદ્દામાલને છોડવા માટે બીજા રૂ.50 હજારની લાંચ માંગવામાં આવી હતી. જે માંડવલીના અંતે રૂ.10 હજારમાં ડીલ થઇ હતી. જે લાંચની રકમ લેવા માટે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના નારાયણભાઇ ભરવાડ અને આલાભાઇ રબારી બંને મહેમદાવાદ પોલીસ મથકની બાજુના ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા. જ્યાં આલાભાઇ રબારીને એ.સી.બી. ટ્રેપની ગંધ આવી જતાં તે નારાયણભાઇ ભરવાડ સાથે ફરાર થઇ ગયા હતા. જ્યારે વચેટીયા તરીકે હાજર રહેલા કિર્તન સુથારને એ.સી.બી.એ ઝડપી પાડ્યો હતો. મંગળવારે કિર્તનના રિમાન્ડ પૂર્ણ થશે. એસીબીની ટીમે બંને પોલીસ કર્મચારીઓના ઘરે તપાસ કરી હતી પરંતુ તેમની ભાળ મળી નથી.

અન્ય સમાચારો પણ છે...