તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્દીઓને હાલાકી:ખેડા જિલ્લાના CHCમાં ડૉકટરો ગેરહાજર

નડિયાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા પંચાયતના પુર્વ આરોગ્ય ચેરમેનનો આક્ષેપ

ખેડા જિલ્લામાં કોરોના નો કહેર વધી રહ્યો છે અને દર્દીઓની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે ત્યારે વધતા કોરોના કેસો વચ્ચે ડોક્ટરોની ગેરહાજરીના કિસ્સા બહાર આવ્યા છે. જિલ્લાના કઠલાલ અને લસુન્દ્રા આરોગ્ય કેન્દ્ર પર ડોકટરોની ગેરહાજરી ને પગલે દર્દીઓ ભગવાન ભરોસે મુકાયા છે. ખેડા જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ આરોગ્ય ચેરમેન પ્રવિણસિંહ રાઠોડે જણાવ્યું છે કે કઠલાલ તાલુકાના લસુન્દ્રા ગામે હાલ 19 થી વધુ કોરોના ના એક્ટિવ દર્દીઓ છે, અને દિવસે ને દિવસે કેસો વધી રહ્યા છે. પરંતુ ગંભીર બાબતે છે કે લસુન્દ્રા આરોગ્ય કેન્દ્ર પર 20 માર્ચ પછી ડોક્ટરની ગેરહાજરી જોવા મળી છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રકાશ સુથાર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ. ગઢવીને રજૂઆતો કરવા છતાં અહીંયા ડોકટરોની ભરતી નહીં થતી હોવાનો આક્ષેપ ખુદ સત્તાધારી પક્ષના સભ્યએ કર્યો છે. આજ પ્રકારની સ્થિતિ કઠલાલ આરોગ્ય કેન્દ્રમાં પણ છે. જ્યાં ત્રણ ડોક્ટરોના મહેકમ સામે હાલ માત્ર એક જ ડોક્ટર ફરજ બજાવી રહ્યા છે. સ્થાનિકો દ્વારા અગાઉ જિલ્લા કક્ષાએ ફરિયાદ કર્યા બાદ આરોગ્ય વિભાગે એક ડોક્ટર અહીંયા મૂક્યા છે. પરંતુ નગરપાલિકા વિસ્તારની વસ્તી સામે અને 3 ડોક્ટરના મહેકમ સામે માત્ર 1 ડોકટર કેટલી કામગીરી કરી શકે તે સમજી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો